આચારસંહિતા ઉલ્લંઘન કેસમાં ગિરિરાજ સિંહ કોર્ટમાં કર્યું સમર્પણ, જામીન મળ્યા

ચૂંટણી પંચે ગિરિરાજ સિંહને તેમના એક નિવેદન મુદ્દે નોટિસ ફટકારી હતી, જેમાં ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ વંદે માતરમ બોલી શકતો નથી, તે પોતાની માતૃભૂમિની સુરક્ષા કેવી રીતે કરશે 
 

આચારસંહિતા ઉલ્લંઘન કેસમાં ગિરિરાજ સિંહ કોર્ટમાં કર્યું સમર્પણ, જામીન મળ્યા

બેગુસરાયઃ બિહારની બેગુસરાય લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આચાર સંહિતા ઉલ્લંઘન કેસમાં મંગળવારે બેગુસરાય વ્યવહાર અદાલતના સીજેએમ ટાકુર અમન કુમારની કોર્ટમાં સમર્પણ કર્યું હતું. ત્યાર પછી કોર્ટે ભાજપના નેતાને જામીન આપી દીધા છે. 

પોતાના નિવેદનો અંગે હંમેશાં ચર્ચામાં રહેતા ગિરિરાજ સિંહ પર આરોપ હતો કે તેમણે 24 એપ્રિલના રોજ જીડી કોલેજમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રેલી દરમિયાન 'વંદે માતરમ' અંગે લઘુમતિ સમુદાય અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ અંગે નગર થાનામાં એફઆઈઆર દાખલ થઈ હતી. 

આ કેસમાં ગિરિરાજ સિંહા આજે સીજેએમ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આ નિવેદન અંગે ગિરિરાજ સિંહને એક નોટિસ પણ ફટકારી હતી. ગિરિરાજ સિંહે આ સભામાં કહ્યું હતું કે, "જે વ્યક્તિ વંદે માતરમ બોલી શકતો નથી, તે પોતાની માતૃભૂમિની પૂજા કેવી રીતે કરી શકશે. મારા પિતા અને દેદાનું મૃત્યુ ગંગા કિનારે થયું હતું અને તેમને કબરની પણ જરૂર પડી ન હતી. તમારા મૃત્યુ બાદ તમને ત્રણ હાથ જમીનની જરૂર પડે છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news