કોરોનાકાળમાં આ રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો નિયમ

સરકારે અનલોક 4.0 (Unlock-4.0) માં દેશભરમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાના ઉપાયો સાથે શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે આજથી વિદ્યાર્થીઓ ફરીથી એકવાર શાળાઓમાં જઈ શકશે. કોરોના મહામારીને કારણે છેલ્લા અનેક મહિનાથી શાળાઓ બંધ હતી. જો કે કન્ટેઈન્મેઈન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ શાળાઓ ખુલશે અને તે જ વિસ્તારના વિદ્યાર્થીઓ શાળાઓમાં આવી શકશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. 
કોરોનાકાળમાં આ રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો નિયમ

નવી દિલ્હી: સરકારે અનલોક 4.0 (Unlock-4.0) માં દેશભરમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાના ઉપાયો સાથે શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે આજથી વિદ્યાર્થીઓ ફરીથી એકવાર શાળાઓમાં જઈ શકશે. કોરોના મહામારીને કારણે છેલ્લા અનેક મહિનાથી શાળાઓ બંધ હતી. જો કે કન્ટેઈન્મેઈન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ શાળાઓ ખુલશે અને તે જ વિસ્તારના વિદ્યાર્થીઓ શાળાઓમાં આવી શકશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. 

નવી ગાઈડલાઈન્સ બહાર પાડતા ગૃહ મંત્રાલયે કહ્યું કે રાજ્ય કે કેન્દ્રશાસિક પ્રદેશ શાળાઓને 50 ટકા ટીચિંગ સ્ટાફ અને 50 ટકા વિદ્યાર્થીઓને શાળાઓમાં આવવાની મંજૂરી આપી શકે છે. 

ગાઈડલાઈન્સમાં ભારપૂર્વક કહેવાયું છે કે શાળાઓએ કોરોના વાયરસની રોકથામ માટે પ્રોટોકોલ્સનું કડકાઈથી પાલન કરવું પડશે. શાળાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શાળાઓ ખોલવાના, તેના પરિવહન, શાળા ચાલુ કરવાનું સમગ્ર પ્લાનિંગ અને સ્વચ્છતા સંબંધિત તમામ દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યાં છે. 

જાણો તમારા રાજ્યની પરિસ્થિતિ
સરકારના આ નિર્ણય બાદ અનેક રાજ્યોએ આંશિક રીતે ધોરણ 9થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. પરંતુ અનેક રાજ્યો હજુ પણ શાળાઓ ખોલવા માટે તૈયાર નથી. જાણો કયા રાજ્યમાં શું પરિસ્થિતિ રહેશે.

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીએ પણ થોડા સમય માટે અંતર જાળવતા 5 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખી છે. આ આદેશ તમામ શાળાઓ માટે લાગુ થશે. ભલે તે સરકારી હોય કે પછી ખાનગી અથવા દિલ્હી કેન્ટ હોય. 

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશની શાળાઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે હજુ કઈ સ્પષ્ટ કહી શકાય નહીં પરંતુ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ સંકેત આપ્યા છે કે સપ્ટેમ્બરમાં શાળાઓ અને કોલેજ બંધ રહેશે. તેમણે કહ્યું છે કે કોરોનાના વધતા કેસને જોતા 21 સપ્ટેમ્બરથી શાળાઓ આંશિક રીતે ખોલવાની સંભાવના પણ ખુબ ઓછી છે. 

બિહાર: આ નિર્ણયનો અડધો અમલ કરાયો છે. 21 સપ્ટેમ્બરથી શાળાઓ પોતાના 50 ટકા શિક્ષકો અને કર્મચારીઓને બોલાવી શકશે જ્યારે 9થી 12મા ધોરણના વિદ્યાર્થીઓ ગાઈડન્સ માટે શાળાએ જઈ શકશે. પરંતુ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજો 30 સપ્ટેમ્બર સુધી બંધ જ રહેશે. 

ઉત્તરાખંડ: આ રાજ્યે પણ કોરોના સંક્રમણને જોતા હાલ શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રી અરવિંદ પાંડેએ કહ્યું કે જે પ્રકારે કેસ વધી રહ્યા છે તેને જોતા 30 સપ્ટેમ્બર સુધી શાળાઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે. 

ઝારખંડ: આ રાજ્યમાં સરકાર 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાના પક્ષમાં નથી. 

મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલી રહી છે. આ માટે શાળાઓ તૈયારીઓ પણ કરી રહી છે. શાળાઓને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. બે શિફ્ટમાં શાળાઓ ચાલશે. 

રાજસ્થાન: અહીં પણ હજુ  હમણા શાળાઓ નહીં ખુલે પરંતુ 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ વાલીઓની લેખિત મંજૂરીથી ગાઈડન્સ માટે શાળાએ આવી શકશે. શિક્ષણ રાજ્યમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાનું કહેવું છે કે કેન્દ્રએ વિદ્યાર્થીઓને શાળાએ આવવાનું કહ્યું છે ક્લાસ ચાલુ કરવાનું નહીં. 

હરિયાણા: હરિયાણા સરકારે 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. શિક્ષણ વિભાગે આ માટે પત્ર જાહેર કરીને તમામ નિર્દેશ પણ આપ્યા છે. 

ગુજરાત: ગુજરાત સરકારે કહ્યું છે કે હાલની સ્થિતિ જોતા તમામ શાળાઓને ફરીથી ખોલવા માટે મંજૂરી અપાઈ નથી. 

કેરળ: કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે કોરોનાના વધતા કેસ જોતા સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં શાળા ખોલેજ ખોલી શકાય તેમ નથી. 

આંધ્ર પ્રદેશ: આ રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલી રહી છે. અહીં 50 ટકા ટીચિંગ સ્ટાફ અને કર્મચારીઓ શાળાએ આવી શકશે. તથા વિદ્યાર્થીઓ વાલીઓની લેખિત મંજૂરી પછી જ કક્ષામાં બેઠી શકશે. 

શાળાઓ ખોલવા માટે મંત્રાલયના દિશા નિર્દેશ
ગૃહ મંત્રાલયે પોતાના દિશા નિર્દેશોમાં કહ્યું છે કે કન્ટેઈન્મેન્ટ ઝોન બહારની શાળાઓ જ ખોલવાની મંજૂરી રહેશે. એ જ પ્રકારે તે જ વિદ્યાર્થીઓ શાળાએ આવી શકશે જેમના ઘર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ન હોય. શાળાઓને સેનેટાઈઝ કરવી જરૂરી રહેશે. ખાસ કરીને જે શાળાઓમાં ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યા હોય. તેમણે સુનિશ્ચિત કરવું પડશે કે સંસ્થાન સંક્રમણ રહિત થઈ ગયું છે. કક્ષાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. આ માટે 6 ફૂટનું અંતર જાળવવું જરૂરી છે. શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. 

વિદ્યાર્થીઓ શાળાએ આવે ત્યારે ગેટ પર જ થર્મલ સ્ક્રિનિંગ જરૂરી રહેશે અને હેન્ડ સેનેટાઈઝ કરવા પડશે. શાળાઓમાં શિક્ષકો ઓનલાઈન ક્લાસ પણ લેશે જેથી કરીને શાળાએ ન આવનારા વિદ્યાર્થીઓ પણ ભણી શકે. વિદ્યાર્થીઓ-શિક્ષકો એક બીજાના નોટબૂક, પેન પેન્સિલ વગેરે વાપરી શકશે નહીં. 

શાળાઓમાં પ્રાર્થનાઓ, ખેલકૂદ જેવી કોઈ ગતિવિધિઓ થશે નહીં. તમામ શિક્ષણ સંસ્થાઓએ હેલ્પલાઈન નંબર (સ્થાનિક આરોગ્ય અધિકારીઓના નંબર) પ્રદર્શિત કરવાના રહેશે. એસીનું તાપમાન 24-30 ડિગ્રી વચ્ચે રાખવાનું રહેશે. રૂમમાં વેન્ટિલેશન હોવું જોઈએ. 

જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમામ લોકો મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ રાખે. આ ઉપરાંત થૂંકવા પર કડક પ્રતિબંધ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news