ભારતના હીરો મજબુત થશે કે પછી પાકિસ્તાનના પક્ષકાર... આ ચૂંટણી નક્કી કરશે: PM મોદી

લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં છે. સવારે સુંદરગઢમાં એક ચૂંટણી સભાને સંબોધ્યા બાદ પીએમ મોદીએ સોનપુરમાં રેલી કરી. અહીં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસની નીતિઓના કારણે દેશમાં મોંઘવારી વધશે. તમારી રસોઈનો ખર્ચ ખુબ વધશે, ગેસનો ભાવ વધશે, કેરોસીનના ભાવ વધશે. 

ભારતના હીરો મજબુત થશે કે પછી પાકિસ્તાનના પક્ષકાર... આ ચૂંટણી નક્કી કરશે: PM મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં છે. સવારે સુંદરગઢમાં એક ચૂંટણી સભાને સંબોધ્યા બાદ પીએમ મોદીએ સોનપુરમાં રેલી કરી. અહીં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસની નીતિઓના કારણે દેશમાં મોંઘવારી વધશે. તમારી રસોઈનો ખર્ચ ખુબ વધશે, ગેસનો ભાવ વધશે, કેરોસીનના ભાવ વધશે. 

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પેઢી દર પેઢી કોંગ્રેસ ગરીબી હટાવોના નારા જ આપ્યા કરે છે. તેમના રાજમાં ગરીબો વધુ ગરીબ અને અમીરો વધુ અમીર થતા ગયાં. તેમણે કહ્યું કે કોંગ્રેસનું ચાલ્યું તો રાશનની દુકાન પર તમારા જે સસ્તા ઘઉં, ચોખા મળે છે તે પણ અનેક ગણી કિંમતે મળવા લાગશે. એટલું જ નહીં હવે તો કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ દેશના કરોડો લોકોને સ્વાર્થી જણાવતા કહે છે કે ટેક્સ વધારવામાં આવશે. 

પીએમ મોદીએ વિપક્ષને ઘેરતા કહ્યું કે આ વખતની ચૂંટણી નક્કી કરશે કે હિન્દુસ્તાનના હીરો મજબુત થશે કે પછી પાકિસ્તાનના પક્ષકાર મજબુત બનશે. આ ચૂંટણી નક્કી કરશે કે આપણા જવાનો, ખેડૂતો અને યુવાઓને સન્માન મળશે કે પછી ટુકડા ટુકડા કરનારી ગેંગનો અવાજ ગૂંજશે.

તેમણે કહ્યું કે ઓડિશાનો વિશ્વાસ ત્યારે વધે છે જ્યારે ઝારસાગુડાનું એરપોર્ટ બની જાય છે. બાલાંગીર-બિચુપલ્લી રેલવે લાઈન જેવા પ્રોજેક્ટ બને છે. ઓડિશાનો વિશ્વાસ ત્યારે વધે છે જ્યારે અહીં ફક્ત રેલવેના વિકાસ માટે 5 વર્ષ પહેલાની સરખામણીમાં 6 ગણા પૈસા લાગે છે. પીએમ મોદીએ કહ્યું કે અસલમાં કોંગ્રેસ અને બીજેડીને ગરીબીમાં પોતાની રાજકીય ફાયદો દેખાય છે. આ જ કારણ છે કે ઓડિશા સહિત દેશના એક મોટા ભાગને આટલા દાયકાઓ સુધી ખરાબ સ્થિતિમાં જીવવા માટે મજબુર કરાયો. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે વિકાસનો વિશ્વાસ જન-જનમાં નજર આવી રહ્યો છે. ભાજપની લહેર અંગે પીએમ મોદીએ કહ્યું કે મેં ભારતનો પ્રવાસ કર્યો છે. મને એક લહેર જોવા મળી છે. પરંતુ કેટલાક લોકો આ મોટી લહેરને જોઈ શકતા નથી. તેમણે કહ્યું કે એકવાર રાજ્ય અને કેન્દ્રમાં એક સાથ અમારી સરકાર બની તો ઓડિશાને પલાયનની જગ્યાએ પર્યટનથી ઓળખ મળશે. આ ચૂંટણી કોઈ ધારાસભ્ય, સાંસદ કે વડાપ્રધાનની પસંદગી કરવાની નથી, પરંતુ આ એક નવું ભારત બનાવવા અને તમારા બાળકોના ભવિષ્યને સવારવા માટેની છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news