મોદી સરકારમાં મંત્રી પદ ન મળવાથી નારાજ હતા શત્રુઘ્ન સિન્હા, એટલે ભાજપનો સાથ છોડ્યો?

ભારતીય જનતા પાર્ટીમાં સતત બળવાખોર તેવર અપનાવનાર અને આજે અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયેલા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડતા જ ભાજપ પર અનેક આરોપ લગાવ્યાં.

મોદી સરકારમાં મંત્રી પદ ન મળવાથી નારાજ હતા શત્રુઘ્ન સિન્હા, એટલે ભાજપનો સાથ છોડ્યો?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીમાં સતત બળવાખોર તેવર અપનાવનાર અને આજે અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયેલા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડતા જ ભાજપ પર અનેક આરોપ લગાવ્યાં. તેમણે એ વાત માટે પણ નારાજગી વ્યક્ત કરી કે વર્ષ 2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની તો તેમને મંત્રી બનાવવામાં આવ્યાં નહીં. 

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ભાજપમાં અરુણ શૌરી, મુરલી મનોહર જોશી, જસવંત સિંહ અને યશવંત સિન્હા જેવા અનેક કાબેલ નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યાં નહતાં. તેમણે એવો સવાલ પણ કર્યો કે શું મારી છબી ખરાબ હતી? મારા પર કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ નહતાં. એવા લોકોને મંત્રી બનાવ્યાં કે જેમને કોઈ જાણતું સુદ્ધા નહતું. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યાં કે આ સરકારમાં ફક્ત પીએમઓથી જ બધુ કામ થાય છે. 

શત્રુઘ્ન સિન્હાએ આરોપ લગાવ્યો કે તમામ કાબેલ નેતાઓને માર્ગદર્શક મંડળમાં બેસાડી દીધા જેમની આજ સુધી કોઈ મીટિંગ થઈ નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે લાલ કૃષ્ણ આડવાણીના નીકટના હોવાના કારણે ભાજપમાં તેમનું પત્તું કપાઈ ગયું હતું. 

કોંગ્રેસ પાર્ટીનું સભ્ય પદ ગ્રહણ કરતા શત્રુઘ્ન સિન્હાએ ભાજપને સ્થાપના દિવસે શુભેચ્છાઓ પણ પાઠવી. કહ્યું કે પાર્ટીમાં મારો ઉછેર નાનાજી દેશમુખના દેખરેખમાં થયો. મને અટલજી અને આડવાણીજીએ માર્ગદર્શન આપ્યું. ભાજપમાં સામેલ થયા બાદ સુબોધકાંત સહાય મને પહેલીવાર પબ્લિક લાઈફમાં લઈને આવ્યાં. 

જુઓ LIVE TV

આ સાથે જ બિહારીબાબુએ કહ્યું કે મને કોંગ્રેસના નેતાઓ 25 વર્ષથી કહેતા હતાં કે તમારે કોંગ્રેસમાં સામેલ થવું જોઈએ. ભાજપમાં ટ્રેનિંગ લેતા હું યોગ્ય અર્થમાં લોકશાહીનું પાલન કરતા આગળ વધતો ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news