લોકસભા ચૂંટણી 2019: જૂઓ કઈ-કઈ સેલિબ્રિટીઝ પહોંચી મતદાન કરવા...

સોમવારે લોકસભા ચૂંટણી 2019નું ચોથા તબક્કામાં 9 રાજ્યની 71 સીટ પર મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રની 17 બેઠકો પર પણ મતદાન યોજાવાની સાથે જ રાજ્યમાં તમામ બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ગઈ છે. મુંબઈમાં પણ સોમવારે મતદાન હતું અને અહીં રહેતી તમામ સેલિબ્રીટીઝ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચી હતી, જેના કારણે લોકો પણ ભારે ઉત્સાહમાં જણાતા હતા. 

મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે 29 એપ્રિલના રોજ 9 રાજ્યની 72 સીટ પર મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના રાત્રે 8.00 કલાકના આંકડા અનુસાર ચોથા તબક્કામાં સરેરાશ 62.61 ટકા મતદાન થયું છે. ચોથા તબક્કામાં કુલ 961 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. કુલ 1.40 લાખ મતદાન મથકો પર લગભગ 12.79 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  આ તબક્કામાં મહારાષ્ટ્રની સૌથી વધુ 17 સીટ પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની 13-13, પશ્ચિમ બંગાળની 8, મધ્યપ્રદેશ અને ઓડીશાની 6-6, બિહારની 5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીરની 1 સીટ પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ ઘટી હતી. ચોથા તબક્કાની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્રની તમામ બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ગઈ છે. 

બચ્ચન પરિવાર

1/13
image

બોલિવૂડનો સૌથી જાણીતો બચ્ચન પરિવાર- અમિતાભ, જયા, ઐશ્વર્યા અને અભિષેકે જુહૂમાં પોતાનો વોટ આપ્યો હતો. વોટ આપ્યા પછી તેમણે મીડિયા સમક્ષ પોઝ પણ આપ્યો હતો.  (ફોટોઃ યોગેન શાહ)   

શાહરૂખ ખાન અને પરિવાર

2/13
image

શાહરૂખ ખાન પણ પત્ની ગૌરી અને પુત્ર અબરામ ખાન સાથે વોટ આપવા પહોંચ્યો હતો. શાહરૂખને જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો એક્ઠા થયા હતા. (ફોટોઃ યોગેન શાહ)   

આમિર અને કિરણ રાવ

3/13
image

બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ તેની પત્ની કિરણ રાવ સાથે મત આપવા ગયો હતો. વોટ આપ્યા પછી કિરણ રાવે પત્રકારો સાથે વાતચીત કરી હતી. (ફોટો- યોગેન શાહ)   

અનુપમ ખેર

4/13
image

અનુપમ ખેર પણ વોટ આપવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેમના પત્ની કિરણ ખેર ભાજપના સાંસદ છે. (ફોટો- ANI)

રેખા

5/13
image

સૌ પ્રથમ વોટ આપનારી બોલિવૂડ સેલિબ્રિટીઝમાં વરિષ્ઠ અભિનેત્રી રેખાનો પણ સમાવેશ થાય છે. (ફોટોઃ ANI)  

હેમા માલિની અને તેની દિકરીઓ

6/13
image

ભાજપના સાંસદ અને 2019માં મથુરા બેઠક પરથી ચૂંટણી લડી રહેલી ડ્રીમ ગર્લ હેમામાલિની પણ તેની બે દિકરીઓ સાથે વોટ આપવા પહોંચી હતી. (ફોટોઃ ANI)  

પરેશ રાવલ

7/13
image

પરેશ રાવલ પણ તેમનાં પત્ની સ્વરૂપ સંપટ સાથે વોટ આપવા પહોંચ્યા હતા. તેમણે વિલે પાર્લેમાં આવેલી જમનાબાઈ સ્કૂલમાં વોટિંગ કર્યું હતું. (ફોટોઃ ANI/Twitter)  

રવિ કિશન

8/13
image

ભાજપ તરફથી ઉત્તરપ્રદેશના ગોરખપૂરથી ચૂંટણી લડી રહેલા રવિ કિશને ગોરેગાંવના મતદાન મથકમાં પોતાનો વોટ આપ્યો હતો. (ફોટો- ANI/ Twitter)   

રીના, પ્રિયા દત્ત અને મહેશ ભૂપતિ

9/13
image

આમીર ખાનની ભૂતપૂર્વ પત્ની રીના, કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલી પ્રિયા દત્ત અને ટેનિસ ચેમ્પિયન મહેશ ભૂપતિએ પણ લોકશાહીના મહાપર્વમાં વોટ આપીને ભાગ લીધો હતો. (ફોટોઃ યોગેન શાહ)   

આર. માધવન

10/13
image

આર. માધવન તેની પત્ની સાથે વોટ આપવા સ્કૂટર પર પહોંચ્યો હતો. ત્યાર પછી બંનેએ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો અપલોડ કર્યો હતો. (ફોટો- Twitter)  

અજય દેવગણ અને કાજોલ

11/13
image

અજય દેવગણ પણ પત્ની કાજોલ અને પુત્ર યુગ સાથે વોટિંગ કરવા આવ્યો હતો. વોટ આપ્યા પછી તેમણે પત્રકારો સમક્ષ પોઝ આપ્યો હતો. (ફોટોઃ યોગેન શાહ)  

ગુલઝાર

12/13
image

બોલિવૂડના વરિષ્ઠ લેખક, ગીતકાર, નિર્માતા, દિગ્દર્શક ગુલઝાર પણ પોતાનો વોટ આપવા પહોંચ્યા હતા. (ફોટો- યોગેન શાહ)

સુનિલ શેટ્ટી અને પરિવાર

13/13
image

અભિનેતા સુનિલ શેટ્ટી પણ પરિવાર સાથે વોટ આપવા પહોંચ્યો હતો. વોટ આપ્યા પછી શેટ્ટી પરિવારે પત્રકારો સમક્ષ પોઝ આપ્યો હતો. (ફોટો- યોગેન શાહ) 

Trending Photos