ગુજરાતની આર્થિક સમૃદ્ધિ જાળવવા કમિટીની રચના, પૂર્વ નાણાસચિવ ડો.હસમુખ અઢિયાને સોંપાઈ જવાબદારી

વિજય રૂપાણી દ્વારા કોવિડ 19ની પરિસ્થિતિમાં આર્થિક પરિસ્થિતિ સમજવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેના માટે ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડો.હસમુખ અઢીયાની અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ છે. આજે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રીના આર્થિક પેકેજ અંગે ચર્ચા થઈ છે. સેક્ટર પ્રમાણે આર્થિક નુકસાનીનો સરવે કરાશે. આર્થિક  અને નાણાકીય ક્ષેત્રોએ પુનનિર્માણ અને પુનગઠનની ભલામણ સૂચવવા માટે આ કમિટીની રચના કરાઈ છે. આ ઉપરાંત અન્ય સભ્યોની પણ કમિટીમાં નિમણૂંક કરવામાં આવી છે.  

Updated By: May 13, 2020, 02:40 PM IST
ગુજરાતની આર્થિક સમૃદ્ધિ જાળવવા કમિટીની રચના, પૂર્વ નાણાસચિવ ડો.હસમુખ અઢિયાને સોંપાઈ જવાબદારી

ઝી મીડિયા/બ્યૂરો :વિજય રૂપાણી દ્વારા કોવિડ 19ની પરિસ્થિતિમાં આર્થિક પરિસ્થિતિ સમજવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેના માટે ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડો.હસમુખ અઢીયાની અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ છે. આજે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રીના આર્થિક પેકેજ અંગે ચર્ચા થઈ છે. સેક્ટર પ્રમાણે આર્થિક નુકસાનીનો સરવે કરાશે. આર્થિક  અને નાણાકીય ક્ષેત્રોએ પુનનિર્માણ અને પુનગઠનની ભલામણ સૂચવવા માટે આ કમિટીની રચના કરાઈ છે. આ ઉપરાંત અન્ય સભ્યોની પણ કમિટીમાં નિમણૂંક કરવામાં આવી છે.  

કાર પર બેસતા કૂતરાનો આવ્યો કરૂણ અંજામ, આખો કિસ્સો વાંચીને તમારું લોહી ઉકળી જશે

ગુજરાત ફરી નંબર વન બને તે માટે પગલા લેવાશે
તેમણે જણાવ્યું કે, રાજ્યમા આર્થિક ગતિવિધિ, વેપાર, ધંધા અને નાણાકીય સ્થિતિની ભલામણો સૂચવવા માટે આ કમિટીની રચના કરાઈ છે. જેના સભ્ય તરીકે પ્રો. રવિન્દ્ર ઢોળકિયા, સિનિયર ટેક્સ કન્સલટન્ટ મુકેશ પટેલ, ફાઈનાન્શિયલ એક્સપર્ટ પ્રદીપ શાહ, રિટાયર્જ સિનીયર આઈએસ કિરીટી શેલટ, ની નિુમણૂં કરાઈ છે. કિમિટીની મેમ્બર સેક્રેટરી તરીકે વીસી અને એમડી જીઈઆડીસી એમ. થેનારસનની નિમણૂંક કરાઈ છે. આ કમિટી એક મહિનામાં પોતનો રિપોર્ટ રાજ્ય સરકરાને રજૂ કરશે. કમિટીના કર્યક્ષેત્રમાં સેક્ટરોરિલ અને સબસોક્ટોરલ આર્થિક નુકસાનીનો અંદાજ મેળવીને ભલામણ કરશે. તેમજ અંદાજ પત્રની રાજકોશીય સુધારાના પગલા સચવશે. શ્રમિકોન સુધારા અંગે માહિતી આપશે. ફોરેને ઈન્વ્સેટમેન્ટ માટે પણ ભલામણ સૂચવશે. ગુજરાત આર્થિક, સામાજિક વેપારી ક્ષેત્રે ફરી નંબર વન બને તે માટે પગલા લેવા એક્સપર્ટ કરમિટી દ્વારા સલાહ આપશે. 

આખરે ગુજરાતના 33માં જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલીમાં પહેલો કેસ આવ્યો

પરપ્રાંતિયો માટે દેશની 41 ટકા ટ્રેનો માત્ર ગુજરાતમાથી દોડી 
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વાર ગુજરાતના તમામ કલેક્ટર્સને તાકીદ કરાઈ છે કે, ગુજરાત સરકાર દ્વારા મોટાપાયે પરપ્રાંતિયોને શ્રમિકોને પોતાના વતનમાં મોકલવા માટે શક્યત તમામ મદદ કરવામાં આવે. ગઈકાલ રાત સુધી દેશભરમાંખી 640 ટ્રેનો દોડી છે. જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ 262 ટ્રેન નીકળી છે. આમ, દેશમાથી દોડાવાયેલી કુલ ટ્રેનોની 41 ટકા ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. આજે બીજી 37 ટ્રેન અન્ય રાજ્યોમાં જવા રવાના થશે. જેમાંથી અમદાવાદથી 10, સુરતથી 12, રાજકોટથી 4 અને વડોદરાથી 3 ટ્રેન જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર