ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું - સૂત્ર

કોંગ્રસ અને ભાજપના તમામ ધારાસભ્યોનું રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીટીપીના જ બે ધારાસભ્યોએ હજુ મતદાન નથી કર્યું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ મતદાન પૂર્ણ કર્યું. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવશે. બીટીપીના બે ધારાસભ્યોના મત માટે બંને પાર્ટીની કશ્મકશ ચાલુ છે. ત્યારે રાજ્યસભાના આ ચૂંટણી જંગમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારની જીત લગભગ નિશ્વિત છે. બીટીપીના બંને મત ભરતસિંહ સોલંકીને મળે તો પણ કોંગ્રેસ જીતની નજીક નથી. હાલની સ્થિતિએ ભાજપના સભ્યોના મત રદ કે ખોટા થાય તો જ ભરતસિંહ સોલંકી  જીતી શકે છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને જીતવા માટે જરૂરિયાત પૂરતા મત મળી ચૂક્યા છે. તો ભરતસિંહ સોલંકી (bhratsinh solanki) હજી પણ એક મત પાછળ છે. આમ, ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી દેખાઈ રહી છે. તો કોંગ્રેસ પોતાના બીજા ઉમેદવારને નહિ જીતાડી શકે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની જીતવાની સંભાવના નહિવત છે. 
ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું - સૂત્ર

ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રસ અને ભાજપના તમામ ધારાસભ્યોનું રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીટીપીના જ બે ધારાસભ્યોએ હજુ મતદાન નથી કર્યું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ મતદાન પૂર્ણ કર્યું. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવશે. બીટીપીના બે ધારાસભ્યોના મત માટે બંને પાર્ટીની કશ્મકશ ચાલુ છે. ત્યારે રાજ્યસભાના આ ચૂંટણી જંગમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારની જીત લગભગ નિશ્વિત છે. બીટીપીના બંને મત ભરતસિંહ સોલંકીને મળે તો પણ કોંગ્રેસ જીતની નજીક નથી. હાલની સ્થિતિએ ભાજપના સભ્યોના મત રદ કે ખોટા થાય તો જ ભરતસિંહ સોલંકી  જીતી શકે છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને જીતવા માટે જરૂરિયાત પૂરતા મત મળી ચૂક્યા છે. તો ભરતસિંહ સોલંકી (bhratsinh solanki) હજી પણ એક મત પાછળ છે. આમ, ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી દેખાઈ રહી છે. તો કોંગ્રેસ પોતાના બીજા ઉમેદવારને નહિ જીતાડી શકે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની જીતવાની સંભાવના નહિવત છે. 

તો સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી પક્ષના વ્હીપનો અનાદર કર્યો છે. તેઓએ ભાજપાના ઉમેદવાર નરહરી અમીનને આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું. વર્ષ 2017ની રાજ્યસભાની ચુંટણીમાં પણ ભાજપાને મત આપ્યો હતો. જોકે, એનસીપી નેતા કાંધલ જાડેજાએ પક્ષની અવમાનના કરીને ભાજપને મત આપ્યો હતો. પણ મતદાન પ્રક્રિયાના કારણે પક્ષના વહીપ અનુસાર મતદાન કેન્દ્ર બહાર આવીને મત આપ્યાનું રટણ કર્યું. હકુભા સાથે મત આપવા આવેલા અને રવાના થયેલા કાંધલ જાડેજાએ વ્હીપ મુજબ મત આપ્યાનું મીડિયાને જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news