સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ માટે બંધ કરાશે, જાણી લો મહત્વના અપડેટ

સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષીત કરનાર સર્વોચ્ચ પ્રતિમા સ્ટેચ્યુઓફ યુનિટી (statue of unity) ને પણ પ્રથમ નવરાત્રિએ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના દરવાજા થોડા દિવસો માટે બંધ રહેવાના છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ માટે બંધ કરાશે, જાણી લો મહત્વના અપડેટ

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ પરિસ્થિતીમાં હવે સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગયા બાદ ગુજરાતનાં પ્રવાસન (gujarat tourism) અને યાત્રાધામો તબક્કાવાર ખુલી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષીત કરનાર સર્વોચ્ચ પ્રતિમા સ્ટેચ્યુઓફ યુનિટી (statue of unity) ને પણ પ્રથમ નવરાત્રિએ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના દરવાજા થોડા દિવસો માટે બંધ રહેવાના છે. 26 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરીથી બંધ કરવામાં આવશે. 31 ઓક્ટોબરે પીએમ મોદી (narendra modi) નો પ્રવાસ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થોડા દિવસ માટે બંધ રહેવાનું છે. 

લોકડાઉન બાદ પહેલીવાર 17 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જોકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગાઈડલાઈન મુજબ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. પ્રવાસીઓને કોવિડ 19ની તમામ ગાઇડ લાઇનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત એન્ટ્રી પણ તબક્કાવાર અને ટાઇમ સ્લોટ પ્રમાણે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ સહિતના સ્થળો ખુલ્લા મુકી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કોંગ્રેસમાં મોટું ભંગાણ, પેટાચૂંટણી પહેલા મોરબી નગરપાલિકાના 8 સભ્યો ભાજપના ખોળામાં જઈને બેસ્યા
 
કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય અને લોકો ફરવા માટે આવી પણ શકે તે માટે ખાસ તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેથી ઓનલાઇન બુકિંગને જ માન્ય રાખવામાં આવે છે. રોજિંદી રીતે માત્ર 2500 લોકોનું જ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રવાસીઓ પૈકી માત્ર 500 પ્રવાસીને 153 મીટરના લેવલ પર સ્થિત વ્યૂઇંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જનારા પ્રવાસીઓને માત્ર ઓનલાઇન ટિકિટ મળશે. તંત્ર દ્વારા જણાવાયા અનુસાર પ્રવાસીઓને દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત વેબસાઇટ પરથી જ ટિકિટ મેળવી શકશે. જે સ્લોટની ટિકિટ હશે તે સમયે જ પ્રવેશ આપવામાં આવશે. કોઇ પણ પ્રકારની ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટિકિટ ઇશ્યૂ કરવામાં આવતી નથી.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. સાબરમતી નદીમાં સી પ્લેન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે, ત્યારે હાલ આ પ્રોજેક્ટને લઈ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news