કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી રેસિડન્ટ્સ ડોક્ટરોની પ્રેક્ટિસ અટકી, SVP હોસ્પિટલમાં ઉઠ્યો વિરોધ

અમદાવાદની SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ્સ ડોક્ટરોની નારાજગી સામે આવી છે. ગાયનેક, ઓર્થોપેડિક, સર્જરી વિભાગના રેસિડેન્ટ્સ ડૉક્ટરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. કોરોના વોર્ડમાં સતત કામગીરી કરાવવામાં આવતા ડોકટરો નારાજ છે. જુદા જુદા વિભાગના રેસિડેન્ટ્સ ડોક્ટરોની કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી તેઓની પ્રેક્ટિસ અટકી પડી હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. 150 જેટલા રેસિડેન્ટ્સ ડોકટરોએ SVP હોસ્પિટલના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરી છે. 

કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી રેસિડન્ટ્સ ડોક્ટરોની પ્રેક્ટિસ અટકી, SVP હોસ્પિટલમાં ઉઠ્યો વિરોધ

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદની SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ્સ ડોક્ટરોની નારાજગી સામે આવી છે. ગાયનેક, ઓર્થોપેડિક, સર્જરી વિભાગના રેસિડેન્ટ્સ ડૉક્ટરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. કોરોના વોર્ડમાં સતત કામગીરી કરાવવામાં આવતા ડોકટરો નારાજ છે. જુદા જુદા વિભાગના રેસિડેન્ટ્સ ડોક્ટરોની કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી તેઓની પ્રેક્ટિસ અટકી પડી હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. 150 જેટલા રેસિડેન્ટ્સ ડોકટરોએ SVP હોસ્પિટલના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરી છે. 

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી 104 સેવામાં પણ રેસિડેન્ટ્સ ડોક્ટરોને મુકવામાં આવી રહ્યાં છે, જેથી તેઓ વિરોધ દર્શાવી રહ્યાં છે. ગાયનેક, ઓર્થો, સર્જરી વિભાગના રેસિડેન્ટ્સ ડૉક્ટરો છેલ્લા બે દિવસથી સત્તાધીશોને રજૂઆત કરી રહ્યા છે. 
જો કે આજે સત્તાધીશો અને રેસિડેન્ટ્સ ડોકટરો વચ્ચે થયેલી વાતચીત બાદ ડોકટરોએ મૌન ધારણ કર્યું કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં તબીબોના માથા પર મોટી જવાબદારી આવી રહી છે. પરંતુ રેસિડન્ટ્સ ડોક્ટર પણ કોરોનાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ આ કારણે તેઓની પ્રેક્ટિસ અટકી પડી છે. જેથી કોરોનાની વચ્ચે તેઓની પ્રેક્ટિસ પણ ચાલુ રહે તેવુ તેઓ ઈચ્છી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news