લોકસભા ચૂંટણી 2019: સપાના ગઢમાં કાકા-ભત્રીજા આમને સામને, લાભ ખાટી જશે ભાજપ!

ઉત્તર પ્રદેશની એક બેઠક છે જેના પર ખુબ જ રસપ્રદ મુકાબલો જોવા મળવાનો છે. તાજનગરી આગરાને અડીને આવેલા ફિરોઝાબાદમાં આ વખતે કાકા-ભત્રીજાની વચ્ચે જોરદાર લડાઈ જોવા મળવાની છે. ચોંકાવનારી વાત એ છે કે આ કાકા ભત્રીજાની લડાઈમાં દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના ઉમેદવાર પોતાની આશા ફંફોળી રહ્યાં છે. 

લોકસભા ચૂંટણી 2019: સપાના ગઢમાં કાકા-ભત્રીજા આમને સામને, લાભ ખાટી જશે ભાજપ!

ફિરોઝાબાદ: લોકસભા ચૂંટણી 2019ના અજબ ગજબ રંગ જોવા મળી રહ્યાં છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં જનતાની સેવા કરવાની તક મેળવવા માટે લોકો જાત જાતના જોર અજમાવી રહ્યાં છે. 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે. પરંતુ ઉત્તર પ્રદેશની એક બેઠક છે જેના પર ખુબ જ રસપ્રદ મુકાબલો જોવા મળવાનો છે. તાજનગરી આગરાને અડીને આવેલા ફિરોઝાબાદમાં આ વખતે કાકા-ભત્રીજાની વચ્ચે જોરદાર લડાઈ જોવા મળવાની છે. ચોંકાવનારી વાત એ છે કે આ કાકા ભત્રીજાની લડાઈમાં દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના ઉમેદવાર પોતાની આશા ફંફોળી રહ્યાં છે. 

ભત્રીજા પાસેથી બેઠક પડાવવા કાકા મેદાનમાં
સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી ફિરોઝાબાદ સીટ પર આ વખતે ત્રિકોણીય જંગ છે. વર્ષ 2014માં જ્યારે મોદી લહેર હતી  ત્યારે પણ આ સીટ પરથી સપાના મહાસચિવ રામગોપાલ વર્માના પુત્ર અક્ષય યાદવ જીત્યા હતાં. પરંતુ આ વખતે પરિસ્થિતિઓ થોડી બદલાઈ છે. અહીંથી સૈફઈ  પરિવારના બે દિગ્ગજો મેદાનમાં છે. સમાજવાદી પાર્ટીથી અલગ થઈને શિવપાલ યાદવ પોતાના ભત્રીજા અને વર્તમાન સાંસદ અક્ષય યાદવ સામે લડી લેવાના મૂડમાં છે. સૈફઈ પરિવારમાં આ બે દિગ્ગજોની ભીડંતનો ભાજપે ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે અને પોતાના જૂના કાર્યકર્તા ડો. ચંદ્રસેન જાદૌનને ઉમેદવાર બનાવીને જંગ ત્રિકોણીયો કરી નાખ્યો છે. 

ભાજપે પણ જતાવ્યો પૂરો ભરોસો
જનસંઘના જમાનાના ડો.જાદૌને વર્ષ 1996માં ધિરોર વિધાનસભા બેઠક પર ભાજપની ટિકિટથી ચૂંટણી લડી હતી. પરંતુ જીતી શક્યા નહતાં. વરિષ્ઠ રાજનીતિક વિશ્લેષક વિનય ચતુર્વેદી ફિરોઝાબાદની બેઠકને સપાની પરંપરાગત સીટ માને છે. તેમનું કહેવું છે કે સપના રામજી લાલ સુમને વર્ષ 1999 અને 2004માં સતત લોકસભા ચૂંટણી જીતી હતી. પરંતુ વર્ષ 2009માં સપાના મુખ્ય અખિલેશ યાદવે ચૂંટણી લડીને જીત મેળવી અને હવે આ એક પરિવારના પ્રભુત્વવાળી બેઠક બની ગઈ છે. 

યાદવ વોટરોના મૂડ પર નક્કી છે હાર જીત
અખિલેશે બેઠક છોડતા યોજાયેલી પેટાચૂંટણીમાં સૈફઈ પરિવારની વહુ અને અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણીના મેદાનમાં હતાં. પરંતુ કોંગ્રેસના રાજ બબ્બર સામે ચૂંટણી હારી ગયા હતાં. આમ છતાં વર્ષ 2014માં થયેલી ચૂંટણીમાં એકવાર ફરીથી આ બેઠક સૈફઈ પરિવારમાં પાછી આવી. અક્ષય યાદવે ભાજપના એસ પી સિંહ બધેલને લગભગ 1 લાખ 14 હજાર 59 મતોથી હરાવ્યા હતાં. 

યાદવોના મતો અહીં નિર્ણયાક ભૂમિકા ભજવે છે. જસરના અને સિરસાગંજમાં તેમની સંખ્યા લગભગ 1.5 લાખ છે. પરંતુ તેમા પણ ભાગ હશે. શિવપાલ યાદવ સંગઠનના રાજકારણના જૂના ખેલાડી છે. સપાના જૂના કાર્યકર્તાઓમાં આજે પણ તેમની પક્કડ છે. વિપક્ષના નેતા અને અલગ અલગ સરકારોમાં મંત્રી રહેલા શિવપાલને અહીં ભારે સમર્થન હાંસલ છે. એ વાત અલગ છે કે કેટલાક તેમના વિરોધમાં પણ છે. હવે શિવપાલ મેદાનમાં ઉતરતા આ સીટ સપા માટે જીતવી સરળ નથી. 

ચાચાને પછાડવા માટે બીએસપી મદદગાર થઈ શકે છે
વિશ્લેષક વિનય ચતુર્વેદીના મત મુજબ અક્ષય યાદવ પાસે સપાની સાથે હવે બસપાની પણ તાકાત છે. જે તેમને મજબુત બનાવે છે. કોંગ્રેસે અહીંથી કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નથી. આવામાં યાદવોની સાથે સાથે જાટવો અને મુસલમાનોના મત પણ મળી શકે છે પરંતુ સપાના બળવાખોર બનેલા 3 ધારાસભ્યો હરિઓમ યાદવ, પૂર્વ ધારાસભ્ય અઝીમભાઈએ સપાનો છેડો છોડ્યો છે. હવે શિવપાલ પાસે ગયા છે. શિવપાલનો સાથ આપનારા અઝીમની શહેરના મુસલમાનો પર સારી એવી પકડ હોવાનું કહેવાય છે. મુસલમાનોના મતનો એક ભાગ શિવપાલના ખેમામાં આવે તેનાથી ઈન્કાર ન થઈ શકે. 

તેમણે જણાવ્યું કે શિવપાલના કારણે ભાજપ તરફથી ડમી ઉમેદવાર ઉતારવાની અફવા હતી પરંતુ ચંદ્રસેન જાદૌન ચૂંટણી મેદાનમાં આવતા હવે આ અફવા પર પૂર્ણવિરામ આવી ગયું છે. જંગ રોમાંચક બન્યો છે. અમિત શાહ તેમના પક્ષમાં જનસભા કરીને પરિવારવાદ પર હુમલો કરી ચૂક્યા છે. 

કાકાનું ચાલ્યું તો ભત્રીજાની હાર સંભવ
ચતુર્વેદની નજરે ચંદ્રસેન અનુભવી છે. તેમને મોદીના નામનો ફાયદો પણ મળશે. આમ છતાં સપાનો ગઢ ગણાતા વિધાનસભા ક્ષેત્રોમાં મત મેળવવા પડકાર છે. કારણ કે સપાની સાથે પ્રસપા પણ મેદાનમાં છે. પાર્ટીના મૂળ વોટ બેંકને બધા પોત પોતાના ખેમામાં લેવા માટે જોર અજમાવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

ચંદ્રસેનની સાથે બધેલ બિરાદરીના મતો તેમના પક્ષમાં આવી શકે છે. આ સાથે જ બેકવર્ડ મતોમાં પણ સેંધ મારી શકે છે. જો શિવપાલે થોડી પણ મજબુતાઈથી લડાઈ લડી અને બસપાના મત સપામાં ન ફેરવાયા તો ભાજપને ફાયદો થઈ શકે છે. 

આ વિસ્તારમાં યાદવ મતદારોની સંખ્યા 4.31 લાખ જેટલી છે. 2.10 લાખ જાટવ, 1.69 લાખ ઠાકુર, 1.47 લાખ બ્રાહ્મણ, 1.56 લાખ મુસ્લિમ, અને 1.21 લાખ લોધી મતદારો છે. કુલ મતદારોની સંખ્યા 17,45,526 છે. જેમાં મહિલા મતદારો 7,34,206 અને પુરુષ મતદારો 9,02,532 છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news