અનિલ અંબાણીને મળેલી કરોડોની ટેક્સમાફી મુદ્દે ફ્રાન્સે જ આપ્યો જડબાતોડ જવાબ, દાવાને ફગાવ્યો
અનિલ અંબાણીની કંપનીને ફ્રાન્સમાં ટેક્સ માફી થઈ હોવા સંબંધી ફ્રેન્ચ અખબારના રિપોર્ટ બાદ ફ્રાન્સનું પણ નિવેદન આવ્યું છે. દિલ્હી ખાતેના ફ્રાન્સ દૂતાવાસે આ અંગે જણાવ્યું કે ટેક્સ સેટલમેન્ટ સંપૂર્ણ રીતે નિયમ મુજબ અને કાયદેસર હતું, તથા તેમા કોઈ જ રાજકીય હસ્તક્ષેપ નહતો.
Trending Photos
નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીને ફ્રાન્સમાં ટેક્સ માફી થઈ હોવા સંબંધી ફ્રેન્ચ અખબારના રિપોર્ટ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન્સે સ્પષ્ટીકરણ આપ્યું છે કે ટેક્સ સેટલમેન્ટમાં કોઈ ગડબડી થઈ નથી. આ બાજુ રક્ષા મંત્રાલયે પણ રાફેલ ડીલ અને ટેક્સ મામલાને એક સાથે જોડવાના આ મુદ્દાને ગુમરાહ કરતી શરારતી કોશિશ ગણાવી છે. હવે આ મામલે ફ્રાન્સનું પણ નિવેદન આવ્યું છે. દિલ્હી ખાતેના ફ્રાન્સ દૂતાવાસે આ અંગે જણાવ્યું કે ટેક્સ સેટલમેન્ટ સંપૂર્ણ રીતે નિયમ મુજબ અને કાયદેસર હતું, તથા તેમા કોઈ જ રાજકીય હસ્તક્ષેપ નહતો.
ફ્રાન્સે રજુ કર્યો પોતાનો પક્ષ
ન્યૂઝ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા ભારતમાં ફ્રાન્સના રાજદૂતે કહ્યું કે, '2008થી 2012ની સમયમર્યાદા સાથે જોડાયેલા ટેક્સ વિવાદ મામલે ફ્રેન્સ ટેક્સ ઓથોરિટીઝ અને ટેલિકોમ કંપની રિલાયન્સ ફ્લેગ વચ્ચે ગ્લોબલ સેટલમેન્ટ થયું હતું. આ સેટલમેન્ટ સંપૂર્ણ રીતે કાયદેસર અને ટેક્સ એડમિનિસ્ટ્રેશનની સામાન્ય પ્રેક્ટિસને ચલાવનારી નિયમનકારી જોગવાઈઓ હેઠળ હતું. તેમાં કોઈ પણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપનો વિષય નહતો.'
French Ambassador in response to the article published by Le Monde today: This settlement was conducted in full adherence with legislative & regulatory framework governing this common practice of the tax administration. It was not subject to any political interference whatsoever. https://t.co/8ijyZaI8Tb
— ANI (@ANI) April 13, 2019
ભારતીય રક્ષા મંત્રાલયે કહ્યું, શરારતી કોશિશ
ફ્રેન્ચ અખબારના રિપોર્ટ બાદ રક્ષા મંત્રાલયે પણ રોકડું પરખાવતા કહ્યું કે રાફેલ ડીલ અને ટેક્સ મુદ્દાને એક સાથે જે રીતે જોડીને જોવાયા છે તે એક ગુમરાહ કરનારી શરારતી કોશિશ છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે, 'અમે એક પ્રાઈવેટ કંપનીને મળેલી ટેક્સ છૂટ અને ભારત સરકાર દ્વારા રાફેલ ડીલ વચ્ચેના સંબંધની અટકળ જોડનારા અહેવાલને જોયો છે. ટેક્સ કન્સેશનની સમયમર્યાદા કે કન્સેશનના વિષય વસ્તુની સાથે હાલની સરકાર દ્વારા કરાયેલી રાફેલ ડીલને કોઈ સંબંધ નથી. ટેક્સ મુદ્દો અને રાફેલ મામલાને એક સાથે જોડીને જોવું સંપૂર્ણ રીતે ખોટું અને પક્ષપાતપૂર્ણ છે તથા ખોટી સૂચના આપવાની શરારતી કોશિશ છે.'
જુઓ LIVE TV
રિલાયન્સે કહ્યું કે કશું ખોટું નથી
ન્યૂઝ પેપરના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા રિલાયન્સ કોમ્યુનિકેશન્સે પણ કહ્યું કે ટેક્સ સેટલમેન્ટમાં કશું પણ ખોટું થયું નથી. આરકોમે કહ્યું કે, ફ્રાન્સમાં સંચાલિત તમામ કંપનીઓ માટે જે ઉપલબ્ધ છે તે કાયદાકીય જોગવાઈઓ હેઠળ જ ટેક્સ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે. બીજી બાજુ ફ્રેન્ચ અખબારના અહેવાલ બાદ કોંગ્રેસ સતત પીએમ મોદી અને અનિલ અંબાણી પર નિશાન સાધી રહી છે.
રાફેલ ડીલ પછી અનિલ અંબાણીના રૂ.1125 કરોડનો ટેક્સ માફ કરાયોઃ ફ્રાન્સના અખબારનો દાવો
ફ્રાન્સના અખબાર લી મૂંદના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ફ્રાન્સે રાફેલ ડીલની જાહેરાત બાદ અનિલ અંબાણીની કંપનીનો 14.37 કરોડ યુરો (રૂ.1,125 કરોડ)નો ટેક્સ માફ કરી દીધો હતો. લી મૂંદમાં શનિવારે પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારત દ્વારા 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાતના થોડા મહિના પછી 2015માં જ ફ્રાન્સની સરકારે રિલાયન્સ કમ્યુનિકેશનની ફ્રાન્સમાં રજિસ્ટર્ડ ટેલિકોમ સબસિડિયરી કંપનીનો ટેક્સ માફ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે