લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધી આજે બહાર પાડશે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

લોકસભા ચૂંટણી 2019 નજીક છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પાર્ટીનું ઘોષણા પત્ર બહાર પાડશે.

લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધી આજે બહાર પાડશે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 નજીક છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પાર્ટીનું ઘોષણા પત્ર બહાર પાડશે. જેમાં ન્યૂનતમ આવક યોજના (ન્યાય) અને સ્વાસ્થ્યના અધિકારની સાથે સાથે ખેડૂતોની કરજમાફી તથા દલિત અને ઓબીસી સમુદાયો માટે અનેક પ્રમુખ વચનો હોઈ શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી મંગળવારે બપોરે ઘોષણા પત્ર બહાર પાડશે. આ અવસરે કોંગ્રેસ ઘોષણા પત્ર સમિતિના અધ્યક્ષ પી ચિદમ્બરમ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહે તેવી શક્યતા છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ ઘોષણા પત્રમાં ન્યાય યોજના હેઠળ  ગરીબોને 72,000 રૂપિયા વાર્ષિક આપવાના વચન ઉપરાંત અનેક મહત્વના વાયદાઓને જગ્યા મળી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી જો સત્તામાં આવશે તો ગરીબી હટાવવા માટે ન્યૂનતમ આવક યોજના શરૂ કરવામાં આવશે. જે હેઠળ દેશના પાંચ કરોડ સોથી ગરીબ પરિવારોને પ્રતિ માસ 6,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત ગાંધીએ સ્વાસ્થ્ય અને શિક્ષાના બજેટને વધારવાનું વચન આપ્યું છે. 

જુઓ LIVE TV

પાર્ટી આ વખતે ખેડૂતો માટે કરજમાફીની જાહેરાતની સાથે સ્વામીનાથન આયોગની ભલામણો મુજબ ન્યૂનતમ સમર્થન મૂલ્ય નક્કી કરવાનું વચન આપી શકે છે. કોંગ્રેસના અન્ય વચનોમાં બધાની સાથે સ્વાસ્થ્ય સેવાનો અધિકાર, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના બેઘર લોકોને જમીનનો અધિકાર, પદોન્નતિમાં અનામત માટે બંધારણમાં સંશોધન કરવું અને મહિલા અનામત બિલને પસાર કરવું વગેરે સામેલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news