રાજસ્થાન: જેમની સભાઓમાં PM મોદીની સભા કરતા પણ વધુ ભીડ ઉમટે છે, તેમણે BJP સાથે મિલાવ્યાં હાથ

લોકસભા ચૂંટણી 2019 અગાઉ રાજસ્થાનમાં NDA માટે વધુ એક સારા સમાચાર આવ્યાં છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ હનુમાન બેનીવાલ એનડીએમાં જોડાઈ ગયા છે.

રાજસ્થાન: જેમની સભાઓમાં PM મોદીની સભા કરતા પણ વધુ ભીડ ઉમટે છે, તેમણે BJP સાથે મિલાવ્યાં હાથ

નવી દિલ્હી/જયપુર: લોકસભા ચૂંટણી 2019 અગાઉ રાજસ્થાનમાં NDA માટે વધુ એક સારા સમાચાર આવ્યાં છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ હનુમાન બેનીવાલ એનડીએમાં જોડાઈ ગયા છે. બેનીવાલની પાર્ટી આરએલપીએ ભાજપ સાથે ગઠબંધન કરી લીધુ છે. આ ગઠબંધન હેઠળ ભાજપે હનુમાન બેનીવાલ માટે પોતાની નાગોર બેઠક છોડી દીધી છે. બેનીવાલ અહીંથી ચૂંટણી લડશે. આમ આરએલપી પણ હવે એનડીએનો ઘટક પક્ષ થઈ ગયો છે. 

ગઠબંધનની જાહેરાત ગુરુવારે જયપુર સ્થિત ભાજપ હેડક્વાર્ટર પર ભાજપ અને આરએલપીની સંયુક્ત પત્રકાર પરિષદમાં કરાઈ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીએ ગઠબંધનની જાહેરાત કરી. ગઠબંધનની જાહેરાત સાથે જ હવે ભાજપ રાજસ્થાનમાં 24 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. આ બેઠકો પર હનુમાન બેનીવાલ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. 

 સભાઓમાં પીએમ મોદી કરતા પણ વધુ ભીડ
બેનીવાલ વિધાનસભા સત્ર દરમિયાન હંમેશા ખેડૂતો તથા મજૂરોના હિતમાં વાત કરતા નજરે આવે છે. શેખાવટી તથા નાગૌર ક્ષેત્રમાં બેનીવાલ બહુ જ સારું પ્રભુત્વ ધરાવે છે. તેમના મોટાભાગના આંદોલનોમાં ભારે ભીડ જોવા મળી છે. કહેવાય છે કે, તેમના આંદોલનોમાં પીએમ મોદીની જનસભા જેટલી જનમેદની જોવા મળે છે. ખેડૂતો માટે તેઓ રસ્તાથી લઈને વિધાનસભા સુધીના વિસ્તારોમાં આંદોલન કરે છે. આ દરમિયાન મોટાભાગના આંદોલનોમાં ભારે ભીડ જોવા મળે છે. જાટ સમુદાય પર તેમનું વર્ચસ્વ છે. 

लोकसभा चुनाव 2019: राजस्‍थान में NDA के लिए अच्‍छी खबर, इस पार्टी ने बीजेपी से मिलाया हाथ

નોંધનીય છે કે બેનીવાલ એક સમયે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતાં. બેનીવાલે ભાજપની ટિકિટ પર 2008માં ચૂંટણી પણ જીતી હતી પરંતુ પાર્ટી નેતા વસુંધરા રાજે સાથે મતભેદો થવાના કારણે 2012માં તેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો. 2013માં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ખીંવસરથી ચૂંટણી લડી અને જીતી. 

જુઓ LIVE TV

તેમની પાર્ટી આરએલપીનો બાડમેરર, જોધપુર, નાગોર અને પાલીમાં સારો એવો જનાધાર છે. જેનો ફાયદો ભાજપને મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news