લોકસભા ચૂંટણી વખતે કાશ્મીર ઘાટીમાં મોટા આતંકી હુમલાની દહેશત, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

લોકસભા ચૂંટણી : ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં થનારી લોકસભા ચૂંટણી 2019 પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ આ ચૂંટણીને નિષ્ફળ કરવા માટે લશ્કર એ તૈયબા, જૈશના આતંકીઓની અનેક ટીમો બનાવી છે. જે પોલીંગ બૂથ અને ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોને નિશાન બનાવી શકે છે. 

લોકસભા ચૂંટણી વખતે કાશ્મીર ઘાટીમાં મોટા આતંકી હુમલાની દહેશત, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં થનારી લોકસભા ચૂંટણી 2019 પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ આ ચૂંટણીને નિષ્ફળ કરવા માટે લશ્કર એ તૈયબા, જૈશના આતંકીઓની અનેક ટીમો બનાવી છે. જે પોલીંગ બૂથ અને ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોને નિશાન બનાવી શકે છે. 

ગુપ્તચર એજન્સીઓને એવી આશંકા છે કે આઈએસઆઈ કાશ્મીર ઘાટીમાં હાજર રહેલા આતંકીઓને એક્સપ્લોસિવની જાણકારી આપવા માટે અફઘાનિસ્તાનથી એક આતંકીને કાશ્મીરમાં ઘૂસાડવાની તૈયારીમાં છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ આઈએસઆઈએ આતંકીઓની 3 ટીમો બનાવી છે. જેમને ઈલેક્શનની ડ્યૂટીમાં લાગેલા સેનાના જવાનો અને સુરક્ષાદળોના કાફલા પર હુમલો કરવાનું જણાવાયું છે. 

જમ્મુ અને કાશ્મીરમાં લોકસભા ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી પણ કરાવવાની તૈયારીઓ થઈ રહી છે. ગૃહમંત્રાલય અને ચૂંટણી પંચ વચ્ચે થયેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે સરકાર ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારોની સાથે સાથે પોલીંગ બૂથો માટે પર્યાપ્ત સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. આ માટે કેન્દ્ર સરકાર કાશ્મીરમાં અર્ધસૈનિક દળોની લગભગ 800 ટુકડીઓ મોકલશે. 

મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરમાં થનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પર આતંકી હુમલાનું જોખમ સૌથી વધારે છે. પાકિસ્તાન કોઈ પણ ભોગે કાશ્મીરની ચૂંટણીઓ સફળ થવા દેવા માંગતુ નથી. કેન્દ્રીય સુરક્ષામાં તહેનાત એક અધિકારીના જણાવ્યાં મુજબ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારોની સાથે સાથે પોલીંગ બૂથો ઉપર પર્યાપ્ત સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ પણ એક મોટુ ટાસ્ક છે. જેનાથી લોકો ડર્યા વગર અને સુરક્ષાના માહોલમાં મતદાન કરી શકે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ જો જૂન મહિનામાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવાય તો તે માટે લગભગ 11000 પોલીંગ બૂથની સાથે સાથે 900 જેટલા અલગ અલગ પક્ષોના ઉમેદવારની સુરક્ષા પણ ચુસ્ત કરવાની રહેશે. પુલવામામાં થયેલા આતંકી હુમલા અને  ત્યારબાદ બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન હતપ્રત છે. પાકિસ્તાન આ દરમિયામ ચૂંટણીને નિષ્ફળ કરવા માટે મોટું ષડયંત્ર રચી શકે છે. ગત વખતે પંચાયત ચૂંટણીમાં પણ આતંકી જૂથોએ ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોને ધમકી આપી હતી અને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું. 

જુઓ LIVE TV

કેન્દ્રીય સુરક્ષામાં તહેનાત એક અધિકારીના જણાવ્યાં મુજબ આવનારા દિવસોમાં સુરક્ષાદળો માટે સફળ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે સુરક્ષિત અમરનાથ યાત્રા કરાવવાની ડબલ જવાબદારી રહેશે. આવામાં આપણે વધુ સુરક્ષાદળોની જરૂર રહેશે. આપણે પ્રી પોલ, પોલ અને આફ્ટર પોલ માટે સુરક્ષાદળોની જરૂર રહેશે. એટલું જ નહીં ચૂંટણીમાં ભાગ લેનારા પોલીંગ એજન્ટ્સ અને પોલસ ટીમની સુરક્ષા અને ઈવીએમ મશીનની સુરક્ષા પણ મોટું ટાસ્ક છે. 

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ દેશભરમાં થઈ રહેલી  લોકસભા ચૂંટણીની સાથે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી કરાવવી લગભગ અશક્ય છે. લોકસભા ચૂંટણીમાં વર્ષ 2014માં જ્યાં લગભગ 77 ઉમેદવાર હતાં ત્યારે વિધાનસભા ચૂંટણીમાં 837 ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો. સ્પષ્ટ છે કે આવામાં બધાને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે વધુ ફોર્સીસની જરૂર પડશે. આ જ કારણ છે કે ગૃહ મંત્રાલય આ ચૂંટણીઓને અલગ અલગ કરાવવાના પક્ષમાં છે. 

ભારતીય ગુપ્તચર એજન્સીઓના હાથ લાગેલા મજબુત અને વિશ્વસનીય ઈનપુટ્સથી માલુમ પડે છે કે આતંકીઓ ચૂંટણી દરમિયાન મોટા આતંકી હુમલાને અંજામ આપવાની કોશિશમાં છે. હુમલો જમ્મુ અને કાશ્મીરમાં થઈ શકે છે. આ હુમલા માટે વિદેશી આતંકીઓની 3 ટીમ તૈયાર કરાઈ છે. ટીમોમાં સ્થાનિક આતંકીઓ પણ સામેલ કરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news