લોકસભા ચૂંટણી 2019: આજે ત્રીજા તબક્કાનું સૌથી મોટું 116 બેઠકો પર મતદાન
23 એપ્રિલના રોજ દેશના 14 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા બેઠક પર યોજાશે મતદાન, 18 કરોડ 85 લાખ કરતાં વધુ મતદારો 1640 ઉમેદવારોના ભાગ્યનો કરશે નિર્ણય, ગુજરાતમાં પણ રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો પર એકસાથે મતદાન યોજાશે
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલ, 2019ના રોજ યોજાવા જઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2019માં આ તબક્કો સૌથી મોટો છે. આ તબક્કામાં 14 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 116 લોકસભા બેઠક પર મતદાન યોજાશે. કુલ 18 કરોડ 85 લાખ કરતાં વધુ મતદારો 1640 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી પંચ દ્વારા આ તબક્કા માટે કુલ 2 લાખ 10 હજાર મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે.
ગુજરાતની તમામ 26, કેરળની 10, ગોવાની 1 અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની 1-1 બેઠક પર મતદાન યોજાશે. આ ઉપરાંત આસામ-4, બિહાર-5, છત્તીસગઢ-7, જમ્મુ-કાશ્મીર-1, કર્ણાટક-14, મહારાષ્ટ્ર-14, ઓડીશા-6, ઉત્તરપ્રદેશ-10, પશ્ચિમં બંગાળ-5 અને ત્રીપુરાની 1 બેઠક પર મતદાન યોજાશે. ત્રિપુરા પૂર્વની બેઠકનું મતદાન બીજા તબક્કામં સ્થગિત કરી દેવાયું હતું, જેના પર હવે ત્રીજા તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે.
અનંતનાગ પર ત્રણ તબક્કામાં મતદાન
આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરની અનંતનાગ લોકસભા સીટ એવી છે, જેના ઉપર ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં મતદાન યોજાશે. દેશમાં આ એકમાત્ર લોકસભા બેઠક એવી છે જ્યાં ત્રણ તબક્કામાં મતદાન યોજાવાનું છે. અનંતનાગ લોકસભા બેઠકમાં ચાર જિલ્લા અનંતનાગ, કુલગામ, શોપિયાં અને પુલવામાનો સમાવેશ થાય છે.
ત્રીજા તબક્કાના મહારથીઓ
- અમિત શાહ, ગાંધીનગર(ગુજરાત)
- રાહુલ ગાંધી, વાયનાડ(કેરળ)
- મુલાયમ સિંહ યાદવ, મેનપુરી (ઉત્તરપ્રદેશ)
લોકસભા ચૂંટણી 2019: મતદાનનું મહાપર્વ, જાણો ઓળખ તરીકે કયા દસ્તાવેજ માન્ય રહેશે
જાણો કયા રાજ્યની કઈ સીટ પર છે મતદાન
ગુજરાત (26 લોકસભા સીટ- તમામ બેઠકો પર એકસાથે મતદાન)
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંદીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ.
મહારાષ્ટ્ર (14 લોકસભા સીટ)
જલગાંવ, રેવર, જાલના, ઔરંગાબાદ, રાયગઢ, રત્નાગિરી, સિંધુદૂર્ગ, પુણે, બારામતી, માધા, સાંગલી, સતારા, કોલ્હાપુર, હાથકાનગાલે, અહેમદનગર.
મહારથીઃ જાલના,રાવસાહેબ દાનવીસ(ભાજપ, પ્રદેશ પ્રમુખ), બારામતી-સુપ્રિયા સુલે(એનસીપી વડા શરદ પવારની પુત્રી)
કર્ણાટક (14 લોકસભા સીટ)
ચિકોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદાર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તર કન્નડ, દેવનાગરી, શિમાગો.
મહારથીઃ મલ્લીકાર્જુન ખડગે(કોંગ્રેસ), બી. વાય. રાઘવેન્દ્ર(યેદીયુરપ્પાનો પુત્ર)-ભાજપ
ઉત્તરપ્રદેશ (10 લોકસભા સીટ)
મુરાદાબાદ, રામપુર, સાંભલ, ફિરોઝાબાદ, મેનપુરી, ઈટાહ, બદાયું, ઓલના, બરેલી, પિલીભીત
કેરળ (10 લોકસભા સીટ)
કાસરગોડ, કન્નુર, વેડકારા, વાયનાડ, કોઝીકોડ, મલપ્પુરમ, પોનાની, પલક્કડ, અલન્થુર, થ્રીસુર, ચાલાકુડી, એર્નાકુલમ, ઈડુક્કી, કોટ્ટાયમ, અલાપૂઝા, માવેલિક્કરા, પથમથિટ્ટા, કોલમ, અટિંગલ, થિરુવનંતપુરમ.
છત્તીસગઢ(7 લોકસભા સીટ)
રાયપુર, બિલાસપુર, દુર્ગ, ઝાંઝગીર-ચંપા, રાયગઢ, કોરબા, સરગુજા
બિહાર(5 લોકસભા સીટ)
ઝંઝરપુર, સુપોલ, અરારિયા, માધેપુરા, ખાગરિયા
આસામ (4 લોકસભા સીટ)
ઝુબરી, કોકારાઝાર, બારપેટા, ગૌહાટી
ઓડીશા (6 લોકસભા સીટ)
સંબલપુર, કોએ્ઝાર, ધેનકાનલ, કટક, પુરી, ભૂવનેશ્વર.
પશ્ચિમ બંગાળ(5 લોકસભા સીટ)
બેલુરઘાટ, માલધાના ઉત્તર, માલધાના દક્ષિણ, જાંગીપુર, મુરશીદાબાદ
ગોવા (2 લોકસભા સીટ)
ગોવા દક્ષિણ અને ગોવા ઉત્તર.
જમ્મુ-કાશ્મીર (1 લોકસભા સીટ)
અનંદનાગની બેઠખ પર ત્રીજા, ચોથા અને પાંચમાં એમ ત્રણ તબક્કામાં મતદાન યોજાવાનું છે.
ત્રિપુરા (1 લોકસભા સીટ)
ત્રિપુરા પૂર્વ લોકસભા બેઠક પર 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જોતાં તેને પાછળ ઠેલવામાં આવ્યું હતું. જ્યાં ત્રીજા તબક્કામાં વોટ નાખવામાં આવશે.
કેન્દ્રશાસિત પ્રદેશ(2 લોકસભા સીટ)
દાદરા નગર હવેલી અને દમણ-દીવની 1-1 લોકસભા બેઠક.
તમામ લોકસભા બેઠકની મતગણતરી 23 મે, 2019ના રોજ હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે