નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શન હિંસક બન્યું, બસ બાળી મૂકી, ઈન્ટરનેટ બંધ 

એકબાજુ જ્યાં રાજ્યસભામાં દેશભરના સાંસદ  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર ચર્ચા કરી રહ્યાં છે ત્યાં પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. સ્થિતિ એવી છે કે બિલનો વિરોધ હવે હિંસક બની રહ્યો છે. આસામની રાજધાની દિસપુરમાં પ્રદર્શનકારીઓએ એક બસ બાળી મૂકી છે. અનેક જગ્યાઓ પર રસ્તા જામ કર્યા છે. વિરોધ પ્રદર્શનના પગલે રાજ્યના મુખ્યમંત્રી સર્બદાનંદ સોનોવાલ (Sarbananda Sonowal)  ગુવાહાટી એરપોર્ટ પર ફસાઈ ગયા હતાં. 

Updated By: Dec 11, 2019, 06:19 PM IST
નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શન હિંસક બન્યું, બસ બાળી મૂકી, ઈન્ટરનેટ બંધ 

દિસપુર: એકબાજુ જ્યાં રાજ્યસભામાં દેશભરના સાંસદ  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર ચર્ચા કરી રહ્યાં છે ત્યાં પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. સ્થિતિ એવી છે કે બિલનો વિરોધ હવે હિંસક બની રહ્યો છે. આસામની રાજધાની દિસપુરમાં પ્રદર્શનકારીઓએ એક બસ બાળી મૂકી છે. અનેક જગ્યાઓ પર રસ્તા જામ કર્યા છે. વિરોધ પ્રદર્શનના પગલે રાજ્યના મુખ્યમંત્રી સર્બદાનંદ સોનોવાલ (Sarbananda Sonowal)  ગુવાહાટી એરપોર્ટ પર ફસાઈ ગયા હતાં. 

CAB: આસામમાં ભારે વિરોધ પ્રદર્શન, સેના બોલાવવી પડી, CM સોનોવાલ ગુવાહાટી એરપોર્ટ પર ફસાયા

એવા પણ અહેવાલ છે કે એરપોર્ટની બહાર ભારે સંખ્યામાં ભીડ હાજર છે અને નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહી છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલ 2019ને લઈને આસામના અનેક ભાગમાં હિંસા જોવા મળી રહી છે. આસામના સ્થાનિક લોકોને ડર છે કે આ બિલથી બાંગ્લાદેશી પ્રવાસીઓને કાયદેસર બનાવવામાં આવશે. જેનાથી તેમની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને જોખમ ઊભુ થશે. સ્થાનિક આસામી લોકો નોકરી અને અન્ય તકોના નુકસાનથી પણ ડરી રહ્યાં છે. 

આસામના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડિબ્રુગઢ)એ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા કારણોસર આજ સાંજે 4 વાગ્યાથી દારૂની દુકાનો બંધ કરાવી દીધી છે. આ ઉપરાંત આસામના 10 જિલ્લાઓમાં આજ સાંજે 7 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ રહેશે. 

Citizenship Amendment Bill: લોકસભામાં પાસ પણ રાજ્યસભામાં શું થશે? અહીં પણ BJPનું પલડું છે ભારે, જુઓ સમીકરણ

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આસામમાં આ બિલનો પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સચિવાલયની પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતાં. પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ડિબ્રુગઢમાં સેના (Indian Army) બોલાવવામાં આવી છે. અનેક ટ્રેનોને કાં તો રદ કરાઈ છે અથવા તો તેના રસ્તા બદલી નાખવામાં આવ્યાં છે. ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરાયા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube