Video: મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન 

મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ટિકિટ મળતા એકબાજુ ચારેબાજુ વિરોધના સ્વર ઉઠી રહ્યાં છે ત્યાં ખુબ પ્રજ્ઞા ઠાકુરે પણ મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર વિવાદિત નિવેદન આપતા તેમની ટીકા થઈ રહી છે.

Video: મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન 

ભોપાલ: મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ટિકિટ મળતા એકબાજુ ચારેબાજુ વિરોધના સ્વર ઉઠી રહ્યાં છે ત્યાં ખુબ પ્રજ્ઞા ઠાકુરે પણ મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર વિવાદિત નિવેદન આપતા તેમની ટીકા થઈ રહી છે. સાધ્વીએ 26/11 આતંકી હુમલામાં શહીદ થયેલા ATS ચીફ હેમંત કરકરે અંગે કહ્યું છે કે, 'તેમને તેમના કર્મોની સજા મળી છે. તેમણે મને ખોટી રીતે ફસાવી હતી. હેમંત કરકરે મને ગમે તે ભોગે આતંકવાદી જાહેર કરવા માંગતા હતાં.'

— ANI (@ANI) April 19, 2019

તેમણે વધુમાં કહ્યું કે, 'મેં તેમને કહ્યું હતું કે તેમનો સર્વનાશ થશે. બરાબર સવા મહિને સૂતક લાગે છે. જે દિવસે હું ગઈ હતી, તે દિવસે તેમનું સૂતક લાગી ગયું હતું. બરાબર સવા મહિનામાં જ જે દિવસે આતંકીઓએ તેમને માર્યા, તે દિવસે તેમનો અંત થયો.'

— Zee News Hindi (@ZeeNewsHindi) April 19, 2019

અત્રે જણાવવાનું કે રાજનીતિક કાર્યકર્તા તહસીન પૂરવાલાએ ગુરુવારે ચૂંટણી પંચને ભલામણ કરી હતી કે મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડતા રોકવામાં આવે. કારણ કે તેમના પર આતંકવાદ સંબંધી આરોપ છે. આયોગને લખાયેલા પત્રમાં કહેવાયું છે કે મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી સ્ક્વોડ (એટીએસ) મુજબ વર્ષ 2008માં થયેલા માલેગાવ બોમ્બ વિસ્ફોટમાં ઠાકુર 'મુખ્ય ષડયંત્રકાર' છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news