રાહુલે PM મોદીને ફેંક્યો મોટો પડકાર, કહ્યું- 'સ્વીકારશે તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકવાર ફરીથી ઓપન ચર્ચાનો પડકાર ફેંકતા ગુરુવારે કહ્યું કે જે દિવસે મોદી તેમના પડકારને સ્વીકારી લેશે તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 

રાહુલે PM મોદીને ફેંક્યો મોટો પડકાર, કહ્યું- 'સ્વીકારશે તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે'

રાયબરેલી (ઉત્તર પ્રદેશ): કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકવાર ફરીથી ઓપન ચર્ચાનો પડકાર ફેંકતા ગુરુવારે કહ્યું કે જે દિવસે મોદી તેમના પડકારને સ્વીકારી લેશે તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 

રાહુલ ગાંધી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે લોકસભાની ચૂંટણી માટે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી તે દરમિયાન તેમને સપોર્ટ કરવા રાયબરેલી આવ્યાં હતાં. સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી ત્યારબાદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, 'જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે ચર્ચાનો પડકાર સ્વીકારી લેશે, તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.'

તેમણે કહ્યું કે 'જે દિવસે ચર્ચા થઈ, તે દિવસે દેશને ખબર પડી જશે કે ચોકીદાર ચોર છે.' રાહુલે કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદી સાથે ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છે. જો જરૂર પડી તો તેમના ઘરે જઈને પણ ચર્ચા કરી શકે છે. તેમણે સવાલ કર્યો કે અનિલ અંબાણીને રાફેલનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપ્યો તે મોદી જણાવે. 

જુઓ LIVE TV

રાહુલે કહ્યું કે 'મોદી એ સમજાવી દે કે અનિલ અંબાણી કે જે તેમના મિત્ર, દોસ્ત અને ભાઈ છે, તેમને રાફેલનો કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાયો.' તેમણે કહ્યું કે મોદી એ પણ જણાવે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ એમ કેમ કહ્યું કે ભારતીય વડાપ્રધાને કહ્યું છે કે રાફેલનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news