LIVE : કેદારનાથ ઘાટીની ગુફામાં ધ્યાનમાં લીન થયા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના કર્યા પછી અહીં ચાલી રહેલા વિકાસકાર્યોના મુદ્દે વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, બપોરનું ભોજન લીધા પછી તેઓ ધ્યાનમાં બેસવા માટે ગુફા તરફ રવાના થયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 મેના રોજ કેદરનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ ધામના દર્શન માટે પહોંચવાના છે. શનિવારે પીએમ મોદી કેદારનાથમાં રહેશે. આ બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના સોમનાથ પહોંચવાના છે. ડી.જી. લો એન્ડ ઓર્ડર અશોક કુમારે જણાવ્યું કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી દેવાઈ છે. પીએમ મોદી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી અહીં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યોની મુલાકાત લેશે. ત્યાર પછી ધ્યાન ગુફામાં જઈને સાધના પણ કરશે.
ચૂંટણી પંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવાર અને રવિવારે ઉત્તરાખંડ ખાતેના કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાને મંજૂરી આપી દીધી છે. સાથે જ તેણે વડાપ્રધાન કાર્યાલયને યાદ પણ અપાવ્યું છે કે, લોકસભા ચૂંટણી 2019 માટે લાગુ થયેલી આદર્શ આચારસંહિતા હજુ પણ અમલમાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પીએમ મોદીની બે દિવસની ઉત્તરાખંડ યાત્રા પર ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી.
3.00 PM : પીએમ મોદીએ ગુફામાં પ્રવેશ કરી લીધો છે અને તેઓ આખી રાત આ ગુફામાં બેસીને ધ્યાન ધરવાના છે. કેદારનાથમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે.
2.30 PM : કેદારનાથ ધામમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યોની માહિતી મેળવ્યા પછી પીએમ મોદીએ ભોજન લીધું હતું. ત્યાર પછી તેઓ ધ્યાન સાધના માટે ગુફા તરફ રવાના થયા છે. આ ગુફા કેદારનાથ મંદિરથી લગભગ બે કિમી. દૂર મંદાકિની નદીના બીજા છેડે આવેલી છે. પર્વતિય શૈલીમાં બનેલી આ ગુફામાં તમામ મુળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. પીએમ મોદીનો છેલ્લા બે વર્ષમાં આ ચોથો કેદારનાથ પ્રવાસ છે.
#WATCH Prime Minister Narendra Modi on his way to a holy cave near Kedarnath Shrine, Uttarakhand pic.twitter.com/cYxhsc720E
— ANI (@ANI) May 18, 2019
11.15 AM : કેદારનાથમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યોની માહિતી મેળવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે બનેલી વિશેષ ગુફામાં ધ્યાન લગાવા ગયા હતા. અહીં તેમણે એકલાએ કેટલાક સમય સુધી ધ્યાન ધર્યું હતું.
10.55 AM : પીએમ મોદી કેદારનાથ ધામમાં ચાલી રહેલા પૂનનિર્માણ કાર્યોની માહિતી મેળવી.
Prime Minister Narendra Modi reviews redevelopment projects in Kedarnath. #Uttarakhand pic.twitter.com/Jh0m5DwiKM
— ANI (@ANI) May 18, 2019
10.50 AM : વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ મંદિરમાં ભગવાન ભોલેનાથની પૂજા કર્યા પછી હવે ધ્યાન લગાવા માટે બનાવાયેલી વિશેષ ગુફામાં ધ્યાનમાં બેસવા જઈ રહ્યા છે.
10.45 AM : કેદારનાથ પુનરૂત્થાનની જવાબદારી સંભાળ્યા પછી પીએમ મોદીએ જ કેદારનાથ ગુફાના પુનઃનિર્માણના આદેશ આપ્યાહતા. ગયા વર્ષે આ ગુફા બની ગયા પછી તેનું સંચાલન શરૂ થઈ ગયું હતું. આ વર્ષે મહારાષ્ટ્રના જય શાહ પછી પીએમ મોદી ગુફામાં રોકાનારા બીજા ભક્ત હશે.
10.40 AM : ઉલ્લેખનીય છે કે, અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 11,700 ફૂટ છે. પીએમ મોદી જે ગુફામાં ધ્યાન લગાવા બેસવાના છે તે કેદારનાથ મંદિર પરિસરથી લગભગ દોઢ-બે કિમીના અંતરે આવેલી છે. આ ધ્યાન ગુફાની ઊંચાઈ 12,250 ફૂટ છે.
10.35 AM : પીએમ મોદીની સાધના પૂરી થયા પછી પૂજારીએ તેમને રૂદ્રાક્ષની માળા પહેરાવી અને માથા પર ચંદનનું તિલક લગાવ્યું હતું. મંદિરના પૂજારીએ પીએમ મોદીને શાલ પણ ઓઢાડી હતી.
10.25 AM : પીએમ મોદીએ પૂજા અર્ચના પૂરી કર્યા પછી મંદિર પરિસરમાં પ્રદક્ષિણા શરૂ કરી.
10.10 AM : પીએમ મોદીએ કેદારનાથ મંદીરમાં પૂજા-અર્ચના શરૂ કરી.
9.50 AM : કેદનારનાથ મંદિરના દ્વાર પર પહોંચ્યા પીએમ. પીએમ મોદીએ આજે પહેર્યો છે વિશેષ સ્થાનિક પહેરવેશ અને માથે પહેરી છે ઉત્તરાખંડની વિશેષ ઓળખ ધરાવતી ટોપી.
9.30 AM : પીએમ મોદી હેલિકોપ્ટર માર્ગે કેદારનાથ ધામ પહોંચ્યા, થોડી વારમાં શરૂ કરશે પૂજા.
9.15 AM : કેદારનાથ મંદિરમાં પીએમ મોદીને તીર્થ પૂરોહિત પ્રવિણ તિવારી અને શ્રી બદરીનાથ કેનારનાથ મંદિર સમિતિના આચાર્ય ઓમકાર શુક્લા પૂજા કરાવશે. લગભગ 20 મિનિટ સુધી ચાલનારી આ પૂજામાં રૂદ્રાભિષેક અને અન્ય પૂજાઓ કરાવવામાં આવશે.
9.00 AM: પીએમ મોદી દહેરાદૂનથી કેદારનાથ જવા રવાના થયા.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે 19મેના રોજ યોજાવાનું છે. મતગણતરી 23મેના રોજ યોજાશે અને આ સાથે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
હરીશ રાવતે પીએમ પર કર્યા પ્રહાર
વડાપ્રધાન મોદીના 18 અને 19 એપ્રિલના રોજ બાબા કેદારનાથના પ્રવાસ અંગે કોંગ્રેસના મહામંત્રી હરીશ રાવતે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદી ઉત્તરાખંડમાં પ્રાયશ્ચિત કરવા માટે આવી રહ્યા છે, કેમ કે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવી, હેરાન કરવી પુણ્ય તો નથી. આથી, પીએમના પ્રાયશ્ચિતમાં જો કંઈ માફ કરવા જેવું બચ્યું હશે તો બાબા કેદાર તેમને જરૂર માફ કરી દેશે.
પીએમ મોદીનો કેદારનાથનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ
- સવારે 9.00થી 9.15 : હેલિકોપ્ટર VIP હેલિપેડ પર લેન્ડ કરશે
- સવારે 9.30 : કેદારનાથ મંદીરમાં શરૂ કરશે પૂજા.
- સવારે 9.55 : મંદીરના ગર્ભગૃહમાંથી બહાર આવશે અને મંદિરની પરિક્રમા કરશે.
- સાંજે 7.30 : ભગવાન કેદારનાથની સાંજની આતરીમાં ભાગ લેશે.
- રાત્રે 8.00 : વિશ્રામ માટે પોતાના રાત્રી રોકાણ સ્થળે પાછા આવશે.
- 19 મે, સવારે 7.00 : બાબા કેદારનાથના આશિર્વાદ લેશે.
- સવારે 7.30 : હેલિપેડથી બદરીનાથ ધામ માટે પ્રસ્થાન કરશે.
એક ખાસ ગુફામાં ધરશે ધ્યાન
પીએમ મોદી ધ્યાન ગપફામાં સાધના પણ કરવાના છે. આ ગુફા કેદારનાથ મંદિરથી લગબગ બે કિમી દૂર મંદાકિની નદીની બીજી તરફ આવેલી છે. પર્વતીય શૈલીમાં બનેલી આ ગુફામાં તમામ મૂળભૂત સુવિધાઓ ઉભી કરાઈ છે. લગભગ દોઢ વર્ષ પહેલા 20 ઓક્ટોબર, 2017ના રોજ કેદારનાથ પુનઃનિર્માણ અંતર્ગત 700 કરોડના 5 પ્રોજેક્ટના શિલાન્યાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ધામમાં ધ્યાન ગુફાઓના નિર્માણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાબા કેદારનું ધાન આધ્યાત્મનું કેન્દ્ર છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે