Pics: અમિત શાહની રેલી જોઈને એવુ લાગશે કે આખું અમદાવાદ રસ્તા પર ઉતરી આવ્યું
ગુજરાત :અમદાવાદમાં નારણપુરથી નીકળેલી અમિત શાહની મેગા રેલીને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. રસ્તામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જેના બાદ હવે અમિત શાહ ગાંધીનગર જવા રવાના થયા છે. અહીં તેઓ લોકસભા 2019ની ચૂંટણી માટે ઉમેદવારી ભરશે.
નારણપુરામાં જનસભાને સંબોધ્યા બાદ અમિત શાહની રેલી નીકળી હતી. જનસભા બાદ આ રેલીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જનસભા બાદ વૈદિક મંત્રોચ્ચાર કરીને અમિત શાહે રેલીનો પ્રારંભ કરાવ્યો હતો.
રેલી માટે એક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સવાર થઈને અમિત શાહ નીકળ્યા હતા, સાથે જ રથમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રામવિલાસ પાસવાન, જીતુ વાઘાણી પણ સવાર થયા છે.
લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આ રેલી આગળ વધી હતી.
રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. અમિત શાહ લોકોને વી ફોર વિક્ટરીની સાઈન બતાવી રહ્યાં છે. રેલીમાં પીએમ મોદીના માસ્ક સાથેના ચહેરાઓ પણ જોવા મળ્યાં.
મોટી સંખ્યામાં લોકો અમિત શાહના રથના કાફલાની સાથે ચાલી રહ્યા છે. અમદાવાદના રસ્તાઓ જોતા લાગી રહ્યુ છે કે, આખુ અમદાવાદ અમિત શાહ માટે ઉમટી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ રેલી 4 કિલોમીટર લાંબી રેલી બાદ અમિત શાહ ગાંધીનગર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા.
Trending Photos