કલાકારોની પીડા, ‘નવરાત્રિ નહિ તો ડિસેમ્બર સુધી અમને રોજગારીની કોઈ તક નહિ મળે...’

કલાકારોની પીડા, ‘નવરાત્રિ નહિ તો ડિસેમ્બર સુધી અમને રોજગારીની કોઈ તક નહિ મળે...’
  • નવરાત્રિમાં મોટાપાયે ગરબા આયોજકોને મોટા ગરબા માટે મંજૂરી આપવાની કોઈ શક્યતા ન હોવાનું ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું.
  • ડાયરેક્ટર ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું કે, ગરબાની પરવાનગી નહિ મળે તો કલાકારોની સ્થિતિ કથળશે એ નક્કી છે

અતુલ તિવારી/અમદાવાદ :નવરાત્રિ નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબા (Navratri) ના આયોજનને મંજૂરી મળશે કે નહિ એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. પરંતું નવરાત્રિમાં ગરબાનું આયોજન નહિ થાય તેવા સ્પષ્ટ સંકેત ગુજરાત સરકારે આપી દીધા છે. ત્યારે સૌથી કફોડી હાલત ગુજરાતના કલાકારોની બની છે. કારણ કે, લોકડાઉન લાગુ થયા બાદ તેઓ પાસે કોઈ કામ નથી. જાહેર કાર્યક્રમો બંધ હોવાથી એકમાત્ર આશા નવરાત્રિના આયોજન પર હતી, તે પણ ઠગારી નીવડી. ત્યારે આવામાં કલાકારોએ સરકાર પાસેથી સહાયની માંગણી કરી છે. 

આ પણ વાંચો : રાજકોટથી મોટો ખુલાસો : કોરોનામાં ફેફસા જેવા પથ્થર થવાની માહિતી વજૂદ વગરની છે 

..તો ડિસેમ્બર સુધી કોઈ તક નહિ મળે 
નવરાત્રિમાં મોટાપાયે ગરબા આયોજકોને મોટા ગરબા માટે મંજૂરી આપવાની કોઈ શક્યતા ન હોવાનું ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ત્યારે આ મામલે ધ બોલિવુડ હબના ડાયરેક્ટર ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું કે, ગરબાની પરવાનગી નહિ મળે તો કલાકારોની સ્થિતિ કથળશે એ નક્કી છે. સરકાર કલાકાર રાહતનિધિ ફંડમાંથી કલાકારોને આર્થિક મદદ કરે તેવી અમારી અપીલ છે. શેરી ગરબાને પરવાનગી મળશે તેવી ગ્રીષ્મા ત્રિવેદીએ આશા વ્યક્ત કરતા કહ્યું કે, શેરી ગરબાના માધ્યમથી અનેક લોકોને રાહત મળી શકશે. અનેક કલાકારો છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી અનુભવી રહ્યા છે, તેમને સરકાર મદદ કરે. જો ગરબાના આયોજનને પરવાનગી નહીં મળે તો ડિસેમ્બર સુધી કલાકારોને રોજગારી માટે કોઈ તક મળવાની નથી. 

આ પણ વાંચો : અયોધ્યાના આ મંદિરમાં થાય છે ચમત્કાર, ખોટું બોલનારા એક મિનિટમાં પકડાઈ જાય છે

શું કહ્યું સરકારે.... 
આ માહોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) કહ્યું છે કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી. ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે હાલ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.

હિતુ કનોડિયાએ પણ સરકારને લખ્યો હતો પત્ર
મનોરંજન જગતના કલાકાર અને કસબીઓની ગંભીર સ્થિતિમાં સત્વરે મદદરૂપ થવા ભાજપનાં ધારાસભ્ય અને અભિનેતા હિતેશ કનોડીયાએ સીએમને પત્ર લખ્યો હતો. તેઓએ પત્રમાં લખ્યું કે, મનોરંજન જગતના કલાકાર અને કસબીઓની આર્થિક હાલત માર્ચ 2020 થી કોરોના લોકડાઉનમાં ખૂબ જ કફોડી થઈ ગઈ છે. મજબૂરીમાં નાછૂટકે આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડે એવા સંજોગો નિર્માણ થયા છે. ગંભીરતાને ધ્યાનમાં લઈ તાકીદે આર્થિક સહાયની જાહેરાત કરવા તેઓએ રજુઆત કરી છે. જેમાં લોકસંગીત, લોકનાટ્ય, ઓરકેસ્ટ્રા, નાટક, નૃત્ય વગેરેના કલાકાર કસબીઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય થાય તેવી માંગણી ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા (hitesh kanodia) દ્વારા પત્રમાં કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news