ગુજરાતમાં મતદાનઃ જાણો રાજ્યમાં ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું, કોને ફાયદો-નુકસાન
રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધી દાહોદમાં સૌથી વધુ 31.31 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ(પૂર્વ)ની બેઠક પર 19.12 ટકા મતદાન નોંધાયું છે, વર્ષ 2014ની ચૂંટણીમાં રાજ્યમાં સાંજ સુધીમાં કુલ 61.78 ટકા મતદાન નોંધાયું હતું
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન દેશભરમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં પણ મતદારોમાં સવારે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં સવારે 7.00 કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલ બપોરે 12.00 કલાક સુધીના મતદાનના આંકડા આવી ચૂક્યા છે. રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધી દાહોદમાં સૌથી વધુ 31.31 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ(પૂર્વ)ની બેઠક પર 19.12 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં કુલ સાંજ સુધીમાં કુલ મતદાન 61.78 ટકા નોંધાયું હતું. બપોરે 12 કલાક સુધીના આંકડાની ગત લોકસભા ચૂંટણીના આંકડા સાથે સરખામણી કરીએ તો હાલ મતદાન ઘણું જ ઓછું કહી શકાય. કેમ કે, સવારે 7 કલાકથી બપોરે 12 કલાક એટલે કે 5 કલાકમાં કુલ સરેરાશ મતદાન 25 ટકાની આસપાસ છે. હવે રાજ્યમાં મતદાનને માત્ર 6 કલાકનો સમય બચ્યો છે. જો સવારે 5 કલાકમાં સરેરાશ મતદાન 25 ટકા મતદાન નોંધાયું છે તો હવે આગામી 6 કલાકમાં પણ 25 ટકાની સરેરાશનો અંદાજ બાંધીએ તો રાજ્યમાં કુલ 50 ટકાની આસપાસ મતદાન થવાની સંભાવના બને છે.
આમ, 2014ના 61.78 ટકા મતદાનની સરખામણીમાં આ વખતે 2019ની ચૂંટણીમાં સરેરાશ મતદાન ઓછું થતું હોય એવું જણાઈ રહ્યું છે. રાજ્યમાં ચાલી રહેલા મતદાને ચૂંટણી પંચની સાથે-સાથે રાજકીય પક્ષોની ચિંતામાં પણ વધારો કરી દીધો છે. હાલ, જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે તેનાથી એવું કહી શકાય કે, આ વખતની ચૂંટણીમાં મતદારો નીરસ દેખાઈ રહ્યા છે.
સૌથી વધુ મતદાનવાળી પાંચ બેઠક
બેઠક મતદાન(ટકા)
દાહોદ 31.31
બનાસકાંઠા 29.73
બારડોલી 28.55
સાબરકાંઠા 27.93
મહેસાણા 27.35
સૌથી ઓછા મતદાનવાળી પાંચ બેઠક
બેઠક મતદાન(ટકા)
અમદાવાદ(પૂર્વ) 19.12
અમદાવાદ(પશ્ચિમ) 20.10
પોરબંદર 20.54
જામનગર 22.14
જૂનાગઢ 23.17
2014ની સાથે સરખામણી
2014માં રાજ્યમાં બારડોલી બેઠક પર સૌથી વધુ 74.94 ટકા મતદાન નોંદાયું હતું, જ્યાં અત્યારે બપોરે 12.00 કલાક સુધીમાં 28.55 ટકા મતદાન નોંધાયું છે. 2014માં સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 52.62 ટકા નોંધાયું હતું, જ્યાં અઅત્યારે બપોરે 12.00 કલાક સુધીમાં 20.54 ટકા મતદાન નોંધાયું છે.
લોકસભા ચૂંટણી 2019: લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV
રાજકીય પક્ષોની ચિંતા વધી
સામાન્ય રીતે જો મતદાન સારું થાય તો કોઈ એક પક્ષની તરફેણમાં મતદાન થતું હોય છે. આ વખતે રાજ્યમાં જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે તેણે બંને પક્ષોની ચિંતા વધી ગઈ છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પર સપાટો બોલાવનારી ભારતીય જનતા પાર્ટી આ વખતે શું પોતાનું ગત વખતનું પ્રદર્શન જાળવી રાખશે? કે પછી ઓછું મતદાન કોંગ્રેસ પાર્ટીને ફાયદો કરાવી જશે? આ સવાલોનો જવાબ તો હવે 23 મે, 2019ના રોજ જ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે