લોકસભા ચૂંટણીઃ નીતિન ગડકરીએ ચૂંટણી એફિડેવિટમાં રૂ. 25.12 કરોડની સંપત્તિની કરી જાહેરાત
નાગપુર લોકસભા બેઠક પરથી પોતાનું નામાંકન ભરતા સમયે નીતિન ગડકરીએ તેમના અને પરિવારના નામે રહેલી સંપત્તિ અંગેનું સોગંદનામું પણ નામાંકન પત્ર સાથે રજૂ કર્યું હતું
Trending Photos
નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુર સંસદીય બેઠક માટે દાખલ કરેલા નામાંકન પત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની રૂ.25.12 કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી. નિતિન ગડકરીએ સોમવારે નાગપુર લોકસભા બેઠક માટે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. આ બેઠક પર 11 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે.
તેમના ટેક્સ રિટર્ન ફોર્મ અનુસાર વર્ષ 2013-14માં તેમની કુલ આવક રૂ.2,66,390 હતી અને વર્ષ 2017-18માં રૂ.6,40,700 હતી. સોગંદનામા અનુસાર તેમની પાસે રૂ.60,38,691ની ચલ સંપત્તિ છે. તેમના પત્નીના નામે રૂ.91,99,160ની ચલ સંપત્તિ છે.
સંયુક્ત હિન્દુ પરિવાર (HUF)ના નામે કુલ રૂ.66,07,924ની સંપત્તિ ગડકરી પાસે છે. આ રીતે ગડકરી પાસે રૂ.6,95,98,325 અને તેમનાં પત્ની પાસે રૂ.6,48,60,325ની અચલ સંપત્તિ છે. એચયુએફના નામે તેમની કુલ રૂ.9,40,31,224ની અચલ સંપત્તિ છે.
ગડકકરીએ નાગપુરના ધપેવાડામાં 29 એકડની કૃષિ જમીન પોતાની પાસે હોવાની પણ જાહેરાત કરી હતી. જેમાંથી 15 એકર જમીન તેમનાં પત્નીના નામે અને 14.60 એકર જમીન એચયુએફના નામે છે. ગડકરી પાસે મહાલ(નાગપુર)માં એક પૈતૃક મકાન અને વરલી(મુંબ)માં એક એણએલએ સોસાયટીમાં ફ્લેટ હોવાની પણ જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રીએ પોતાના સોગંદનામામાં જણાવ્યું કે, તેમણે બચત યોજના, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને શેરમાં રૂ.3,55,510નું રોકાણ કર્યું છે. સોગંદનામા અનુસાર તેમના બેન્ક ખાતામાં રૂ.8,99,11 અને તેમની પત્નીના બેન્ક કાતામાં રૂ.11,07,909 છે.
ભાજપના આ વરિષ્ટ નેતા પર બેન્કનું રૂ.1,57,21,753 નું દેવું પણ છે. નિતિન ઘડકરીએ છ કારની પણ જાહેરાત કરી છે, જેમાંથી ચાર તેમનાં પત્નીના નામે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે