મહાઠગોને જેલના દરવાજા સુધી લાવ્યો છું, અંદર પહોંચાડીને રહીશઃ પીએમ મોદી

ફતેહાબાદમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે દેશદ્રોહીઓને ખુલ્લી છુટ મળે, સંરક્ષણ નીતિ વગર કોઈ દેશની સુરક્ષા કરી શકાતી નથી 
 

મહાઠગોને જેલના દરવાજા સુધી લાવ્યો છું, અંદર પહોંચાડીને રહીશઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ ફતેહાબાદ રેલીમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારોએ ખેડૂતોની જમીનો કબ્જે કરવાનો ખેલ ખેલ્યો છે. રેલીમાં પીએમે હિસાર અને સિરસામાં વિજયનો દાવો કર્યો હતો. તેમણે રોબર્ટ વાડ્રાને નિશાન પર લેતા કહ્યું કે, તમારો ચોકીદાર આ મહાઠગોને જેલમાં પહોંચાડીને જ ઝંપશે. 

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે દેશદ્રોહીઓને ખુલ્લી છુટ મળે, સંરક્ષણ નીતિ વગર કોઈ દેશની સુરક્ષા કરી શકાતી નથી. એક ચા વાળો મહાઠકોને જેલના દરવાજા સુધી ખેંચી લાવ્યો છે અને આગામી પાંચ વર્ષમાં દેશને લૂંટનારાને જેલમાં પહોંચાડી દઈશ. વાડ્રા પર નિશાન સાધતા કહ્યું કે, લૂંટનો માલ તેમણે પાછો આપવો જ પડશે. 

પીએમએ કહ્યું કે, હરિયાણામાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોડીના ભાવે ખેડૂતોની જમીન પચાવી પાડવાનું કામ કરાયું છે. આ ચોકીદાર તેમને કોર્ટ સુધી લઈ ગયો છે. આજે તેઓ જામીન માટે કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. કોંગ્રેસના રાજમાં ખેડૂતો સાથે છેતરપીંડી થઈ છે. 

શીખ રમખાણોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 1984માં દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત શીખ પરિવારો અને તેમના બાળકોની હત્યા કરી દેવાઈ હતી. 34 વર્ષમાં એક ડઝનથી વધુ પંચ બન્યા છે, પરંતુ શીખોને ન્યાય મળ્યો નથી. મેં ન્યાય અપાવાનું વચન આપ્યું હતું અને આજે તે પુરું થઈ રહ્યું છે. 

જો કોંગ્રેસે આઝાદીના સમયે થોડો પ્રયાસ કર્યો હોત તો કરતાપુર સાહિબ આજે ભારતમાં હોત, પરંતુ ભાજપના પ્રયાસને કારણે આજે કરતારપુર કોરિડોર બનવા જઈ રહ્યો છે. સૌની સુરક્ષા, સૌનું સન્માન એ અમારું લક્ષ્ય છે. જો તમે મને ફરી એક વખત સહયોગ આપશો તો હું દેશ સેવા કરી શકીશ અને દેશના દુશ્મનોનો સફાયો કરી નાખીશ. 

ઉલ્લેખનીય છે કે, હિસાર અને સિરસા બંને પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનો ગઢ માનવામાં આવે છે. હિસારથી ભાજપના ઉમેદવાર બૃજેન્દ્ર સિંહ અને સિરસાથી સુનીત દુગ્ગલ છે. જેની સામે હિસાર બેઠક પર જજપાના દુષ્યંત ચૌટાલા અને સિરસાથી ચરણજીત સિંહ રોડી સાંસદ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news