PM પદ માટે માયાવતી, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ મોટા દાવેદાર: શરદ પવાર

ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તેઓ નવી સરકાર બનાવવા માટે ભાજપ સિવાયના પક્ષોને એકજૂથ કરીને સરકાર બનાવવા માટે હાથપગ મારશે.

PM પદ માટે માયાવતી, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ મોટા દાવેદાર: શરદ પવાર

મુંબઈ: NCP અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીની પીએમ પદની દાવેદારીની ચર્ચા કારણ વગરની ગણાવતા એલાન કર્યું કે ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સિવાયના પક્ષોના નેતાઓમાંથી સર્વસામાન્ય એક ચહેરો જ વડાપ્રધાન પદ માટે દાવેદાર રહેશે. પવારે એનડીએ સિવાયના પક્ષોની મજબુત સ્થિતિમાં માયાવતી, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ જેવા ચહેરાઓને પીએમની ખુરશી માટે મોટા દાવેદાર ગણાવ્યાં. 

ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તેઓ નવી સરકાર બનાવવા માટે ભાજપ સિવાયના પક્ષોને એકજૂથ કરીને સરકાર બનાવવા માટે હાથપગ મારશે. પવારે આવી સ્થિતિમાં એનડીએના ઘટક પક્ષોને પણ સાથે લાવવાની વાત કરી છે. ન્યૂક્લિયર પાવરથી લઈને  બાલાકોટ એર સ્ટ્રાઈક પર એકદમ ખુલીને શરદ પવારે વાત કરી. 

NCPને કેટલી  બેઠકો મળવાની આશા છે. સરકાર બનાવવા માટે તમે કઈ ભૂમિકા ભજવી રહ્યા છો?
શરદ પવાર- પરિણામો પહેલા સીટના આંકડા વિશે બોલવું યોગ્ય નથી. પરંતુ એટલું કહી શકું કે છેલ્લી ચૂંટણીમાં અમારી જે હાલત હતી તેમાં ઘણો સુધાર થશે. હું જોઈ રહ્યો છું કે દેશમાં રાજ્યમાં પરિવર્તનનો માહોલ છે. 

ત્રીજા મોરચાની શું સ્થિતિ છે ખાસ કરીને જ્યારે વડાપ્રધાન પદ માટે તમે સીનિયર અનુભવી ચહરો છો?
પવાર- આજે દેશમાં ભાજપની હકૂમત દેશના હિતોની રક્ષા કરનારી હકૂમત નથી. બદલાવની જરૂર છે. લોકોની માનસિકતા એ જ છે અને લોકસભા ચૂંટણીના પરિણામ અગાઉ અમારામાથી કોઈ એક વિકલ્પ મળીને નક્કી કરીશું. અનેક પાર્ટીઓ એવી છે જેમ કે ડીએમકે, પોતાના રાજ્યમાં શક્તિશાળી છે. પરંતુ ડીએમકે યુપીમાં કોઈ કામ કરશે તેનું પરિણામ આવશે તેવી સ્થિતિ નથી. તેઓ વિચારતા પણ નથી. અમે લોકોએ નક્કી કર્યું છે. પરસ્પર સહયોગ કરીશું. ચૂંટણી બાદ દેશને વિકલ્પ આપવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરીશું. જે રીતે 2004માં અમે ચૂંટણી અલગ અલગ લડી હતી ત્યારે મોરચો નહતો. ચૂંટણી બાદ અમે સાથે આવ્યાં. 

સોનિયાજીના ઘરે હતાં જ્યાં મનમોહનજી, પ્રણવજી, અને મેં પહેલા વાત કરી. અમે બેસીને અનેક ભાજપ સિવાયના પક્ષો સાથે વાત કરી. મનમોહનજીને ઈલેક્ટ કર્યાં અને સિલેક્ટ કર્યા તથા એક ઓલ્ટરનેટિવ સરકાર બનાવી. દસ વર્ષ માટે દેશને સ્થિર સરકાર આપી. અટલજી પીએમ હતાં ત્યારે એક દેશના તમામ વર્ગોમાં લોકપ્રિય લીડરશીપ  હતી. પરંતુ આજે એવું નથી. આથી અમને પૂરો વિશ્વાસ છે કે આજે લોકોને બદલાવ જોઈએ છે. મોદીજી અને અમિત શાહ દેશને પસંદ નથી. આથી રિઝલ્ટ અમારા પક્ષમાં જ આવશે. ત્યારબાદ અમે બધા બેસીને નક્કી કરીશું કે કોને ઈલેક્ટ કરવા અને કોને સિલેક્ટ કરવાના છે.  મને વિશ્વાસ છે કે અનેક ચહેરા સરકાર ચલાવવા માટે અમારી પાસે કેપેબલ છે. તેમનું નામ અત્યારે લેવું યોગ્ય નથી. 

બધાને સાથે લાવવાની જવાબદારીનું જે ખાલીપણું છે તેને ભરવાની જવાબદારી તમારી છે?
પવાર- મને નથી લાગતું કે એનડીએની અંદરની અને બહારની પાર્ટીઓ મને સપોર્ટ કરશે મારો સાથ આપશે અને અમારી સાથે જે રાજનીતિક ગર્ભમાં છે, તેમના રાજ્યોમાં જે આજની સીટો છે તેનાથી તેમને સંરક્ષણ મળી રહ્યું છે તો અમને કોઈ બીજાની મદદ લેવાની જરૂર નહીં પડે. 

જુઓ LIVE TV

શું છેલ્લે તેઓ સમર્થન આપશે?
પવાર- રાજકારણમાં સરકાર ચલાવવાની જવાબદારી આવ્યા બાદ અંતની વાત ન હોવી જોઈએ. પોલિટિકલ મતભેદો ઠીક છે. આપણે બધા ચૂંટણી લડીએ છીએ કારણ કે આપણે ભારતના નાગરિક છીએ. એ જ રીતે ભારતના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ આપણી છે. તો અંત કેવી રીતે. 

રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસમાં પદોને લઈને સમર્થન દર્શાવ્યું છે...
પવાર- કોઈને અમે ભૂલ્યા નથી. 2004માં અમે ચૂંટણી લડ્યા હતાં ત્યારે મનમોહન સિંહને અમે ચૂંટણીનો ચહેરો નહતા બનાવ્યાં. અમે પોતે ઈલેક્ટ અને સિલેક્ટ કર્યા હતાં. તેમના નેતૃત્વમાં 10 વર્ષ સરકાર ચલાવી. જેમની વધુ બેઠકો આવશે તેમની સાઈન રહેશે. હું જાણું છું કે મારા પછી પણ અનેકવાર થઈ હતી. મેં રાહુલજીનું નિવેદન જોયું છે પીએમ પદના ઉમેદવાર માટે મારી લડાઈ નથી. 

હું દાવેદાર નથી. મને ફક્ત પરિવર્તન જોઈએ મોદીની સરકાર જવી જોઈએ. અમારી પાસે મેજિક ફિગર આવ્યાં બાદ અમે કલેક્ટિવ બેઠકો કરીને કોઈ એકની પસંદગી કરીશું અને તે કોઈ પણ હોઈ શકે છે જે બધાને મંજૂર હશે. અમે બધાની મંજૂરી સમજી વિચારીને આપીશું. અમને દેશના હિતોની ચિંતા છે અમે તેને નજરઅંદાજ નથી કરતા. તે અમારી ફરજ છે. 

રાહુલ ગાંધીજી નિવેદન આપી રહ્યાં હતાં...
પવાર- કેમ નથી...કોણે કહ્યું બહુ લોકો છે. અમારી પાસે માયાવતી, ચંદ્રબાબુ નાયડુ, મમતા બેનરજી આબધા લોકો મને જ મળવું જોઈએ એવું નથી કહી રહ્યાં. આ લોકો બસ બદલાવ ઈચ્છે છે... દેશની ભલાઈ માટે મોદી અને શાહ જવા જોઈએ. 

તમે જેટલા પણ નામ લીધા તેમાં સૌથી અનુભવી શરદ પવાર છે
પવાર- મારા અનુભવના કારણે જે સરકાર બનશે તેને ચલાવવા માટે હું તેમની પાછળ રહીશ.

દાઉદને પકડવા માટે મોદી સરકારે કોશિશો કરી, પરંતુ સફળ ન થયા. તમારી સરકારે પણ કરી પરંતુ ક્યાં ચૂકી ગયા કે પકડી ન શક્યા?
પવાર- ડી કંપની લગભગ પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. આપણે તેને પબ્લિસિટી આપીએ છીએ. મુંબઈ પોલીસે તેનો 10-15 વર્ષ પહેલા જ બંદોબસ્ત કરી નાખ્યો હતો. રહી વાત તેને લાવવાની તો જ્યાં તે રહે છે ત્યાંની સરકાર તેને સુરક્ષા આપે છે. ત્યાંની સરકારો આપણો સહયોગ કરતી નથી. કેટલાક લોકોએ કહ્યું હતું કે સરકાર આવ્યાં બાદ એક મહિનામાં પકડી લાવીશું પરંતુ ન લાવ્યાં. 

રિપોર્ટર- મોદીજી તમને નિશાન બનાવતા રહે છે. તેઓ તમને રાજનીતિક આદર્શ માને છે. આટલા સારા નેતા હોવા છતાં પણ તમે જ કેમ ટાર્ગેટ બનો છો?
પવાર- જે પરિવર્તન અમે ઈચ્છીએ છીએ તે થઈ રહ્યું છે અને તેનાથી તેમની ઊંઘ ઉડી ગઈ છે. આથી તેઓ મને ટારગેટ  કરે છે. દેશના વડાપ્રધાન મને ટારગેટ  કરી રહ્યાં છે તે તો સારી વાત છે.

બાલાકોટ એરસ્ટ્રાઈકની ક્રેડિટ ભાજપ લે છે.
પવાર- છેલ્લા પાંચ વર્ષોમાં જે વચનો આપ્યા હતાં તેમાંથી એક પણ નિભાવ્યું નથી. આથી હવે આ બધાનો સહારો લેવો પડે છે. પુલવામા બાદ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ ખાસ કરીને હું પોતે હતો અને અમે સરકારની સાથે ખડે પગે રહેવાના રિઝોલ્યુશન પર હામી ભરી હતી. પૂરી રીતે સરકારની સાથે હોવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદ જોયું કે વડાપ્રધાન પોતે તેની ક્રેડિટ લેતા જોવા મળ્યાં. બેજવાબદારપણે વડાપ્રધાને કહ્યું કે ન્યૂક્લિયર બટન દીવાળીના ફટાકડા નથી. આ વાત દુનિયાભરમાં આપણને એક એગ્રેસિવ નેશનની ઈમેજ આપશે જે યોગ્ય નથી. ન્યૂક્લિયર વિષય પર વડાપ્રધાને જવાબદારપણે બોલવું જોઈએ. 

રાષ્ટ્રદ્રોહ અંગે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કહ્યું છે કે તેને હટાવવાની વાત કરે છે, એનસીપી શું વિચારે છે?
પવાર- રાષ્ટ્રદ્રોહ હટાવવાની વાત તેમણે કરી નથી. કોઈની વાતનો ઉપયોગ કરીને ધમકાવવા, તેમને જેલમાં મોકલવા  તેમની વિરુદ્ધ કાયદો છે તેમાં કોઈ મત નથી. પરંતુ જ્યારે તેના દુરઉપયોગની વાત આવે છે ત્યારે આપણે તેને નજર અંદાજ ન કરી શકીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news