PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસ ઘમંડી, રાષ્ટ્ર કહે છે કે 'હવે બહુ થયું'
સામ પિત્રોડાની ટિપ્પણી 'થયું તે થયું'ને લઈને કોંગ્રસ પર સતત પ્રહાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે સંબંધિત ટિપ્પણી પાર્ટીના અહંકારનું પ્રતિક છે અને તેના દ્વારા તેઓ તેમના શાસનકાળ દરમિયાન થયેલા ખરાબ કાર્યો પર ઢાંકપિછોડો કરી રહી છે.
Trending Photos
સાસારામ: સામ પિત્રોડાની ટિપ્પણી 'થયું તે થયું'ને લઈને કોંગ્રસ પર સતત પ્રહાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે સંબંધિત ટિપ્પણી પાર્ટીના અહંકારનું પ્રતિક છે અને તેના દ્વારા તેઓ તેમના શાસનકાળ દરમિયાન થયેલા ખરાબ કાર્યો પર ઢાંકપિછોડો કરી રહી છે. મોદીએ સાસારામ ખાતે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે નામદાર (રાહુલ ગાંધી)ના ગુરુ (સામ પિત્રોડા) દ્વારા ટીવીના કેમેરાઓ સામે બોલાયેલા ત્રણ શબ્દો (થયું તે થયું) તેમની મનોવૃત્તિ દર્શાવે છે. જ્યારે પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડોને લઈને તેમના પ્રશાસન પર આંગળી ઉઠી, તેમણે આવું કહીને તેના પર ઢાંકપિછોડો કર્યો કે થયું તે થયું.
તેમણે કહ્યું કે દેશ હવે કંટાળી ગયો છે અને કહી રહ્યો છે કે 'હવે બહુ થયું'. મોદીએ ભીડને 'ફરી એકવાર મોદી સરકાર'ના નારા લગાવવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે લોકો કોંગ્રેસની વંશવાદની રાજનીતિ , તેમના ભ્રષ્ટાચાર અને અહંકારથી કંટાળી ગયા છે.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે 23મી મેના રોજ સંદેશ જોરથી અને વધુ સ્પષ્ટપણે સંભળાશે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસનો અહંકાર ત્યારે જ સામે આવી ગયો હતો કે જ્યારે તેણે દેશ પર કટોકટી લાદી હતી અને જયપ્રકાશ નારાયણને અપમાનિત કર્યા હતાં. આ જ ક્રમમાં તેમણે ઈતિહાસમાંથી આંબેડકરના યોગદાનને પણ મીટાવવાનું ઈચ્છ્યું હતું.
મોદીએ સ્પષ્ટ રીતે લાલુ પ્રસાદના આરજેડી પર હુમલો કરતા કહ્યું કે બિહારમાં જે લોકો જેપી અને આંબેડકરના વારસાના નામે શપથ લે છે તેઓ કોંગ્રેસનો ઝંડો ઉઠાવી રહ્યાં છે. તેમણે કોંગ્રેસ ઉપર એવો પણ આરોપ લગાવ્યો કે દેશમાં પોતાના શાસનકાળ દરમિયાન તેઓ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ આગળ ઘૂંટણિયા ટેકતી રહી. તે આપણા જવાનો દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક બાદ આતંકીઓના શબ માંગવા લાગી અને 'ટુકડે ટુકડે ગેંગ'ની પડખે રહી. વડાપ્રધાને કહ્યું કે આ કારણોના કારણે પણ હવે દેશ કહે છે કે, 'હવે બહુ થયું.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે