અમદાવાદ : ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા આવેલા લોકોએ હાર્દિકને આડે હાથે લીધો

અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં એક ઈન્ટરવ્યૂ માટે આવેલા હાર્દિક પટેલને મોર્નિંગ વોકર્સે આડે હાથ લીધો હતો. જાહેર જનતાએ હાર્દિકને કોંગ્રેસ જોડવા અંગે સવાલ પૂછ્યા હતા. એટલું જ નહિ, રોષે ભરાયેલી પબ્લિકે હાર્દિકને ત્યાંથી જવા માટે પણ કહી દીધું હતું. 
અમદાવાદ : ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા આવેલા લોકોએ હાર્દિકને આડે હાથે લીધો

અમદાવાદ :અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં એક ઈન્ટરવ્યૂ માટે આવેલા હાર્દિક પટેલને મોર્નિંગ વોકર્સે આડે હાથ લીધો હતો. જાહેર જનતાએ હાર્દિકને કોંગ્રેસ જોડવા અંગે સવાલ પૂછ્યા હતા. એટલું જ નહિ, રોષે ભરાયેલી પબ્લિકે હાર્દિકને ત્યાંથી જવા માટે પણ કહી દીધું હતું. 

લોકોએ ગુસ્સો પ્રકટ કરતા હાર્દિકને પૂછ્યું હતું કે, તમે તો પહેલા એવુ કહેતા હતા કે હું રાજકારણમાં નથી આવવાનો અને હવે કોંગ્રેસમાં ઘૂસી ગયા. ઘૂસો, જેટલા ઘૂસવું હોય તેટલા, સમય બતાવશે. શરૂઆતમાં તો તમે સેવા કરવા આવ્યા, પણ તમે કોઈની વિરુદ્ધમાં જાવ એ બરાબર છે, પણ શૈલા રશીદ જેવા લોકો જઈને કે પછી જેએનયુમાં જઈને ઉભા રહેવાની આ તે તમારી કઈ પદ્ધતિ છે. ગાર્ડનમાં વોક કરવા આવતા લોકોએ હાર્દિકને સંભળાવવામાં કંઈ બાકી ન રાખ્યું હતું. સામે હાર્દિક પણ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. એક વ્યક્તિએ હાર્દિકને કહ્યું કે, આવા વ્યક્તિ સાથે ઉભા રહેતા ય શરમ આવે છે. તો કેટલાક એવુ પણ બોલ્યા કે, પૈસા ભેગા કરી લીધા છે ભઈ, ને લોકોની પથ્થરેય ફાડી. અમે વોટથી પતાવી દઈશું.

તો કેટલાક લોકોએ ભારત માતા કી જય બોલાવીને હાર્દિકને ત્યાંથી કાઢો એવું પણ કહ્યુ હતું. આમ, પાટીદાર અનામત આંદોલનનો નેતા અચાનક કોંગ્રેસમાં અને રાજકારણમાં આવી જતા છેલ્લા કેટલાક દિવસોથી તેને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. 

Trending news