મનોજ સિન્હાનું વિવાદિત નિવેદન, 'BJP કાર્યકરો સામે ઉઠેલી આંગળી 4 કલાક પણ સલામત નહીં રહે'

સૈદપુરના ટાઉન નેશનલ ઈન્ટર કોલેજ મેદાનમાં ભાજપના કિસાન મોરચા સંમેલનમાં બોલતા કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે કોઈ પૂર્વાંચલનો અપરાધી, કોઈની ઓકાત નથી કે ગાઝીપુરની સરહદમાં આવીને ભાજપના કાર્યકર્તાને આંખ બતાવે. જો આમ થશે તો તેમની આંખો સલામત નહીં રહે. 

મનોજ સિન્હાનું વિવાદિત નિવેદન, 'BJP કાર્યકરો સામે ઉઠેલી આંગળી 4 કલાક પણ સલામત નહીં રહે'

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મનોજ સિન્હાએ ગુરુવારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ગાઝીપુરમાં ભાજપ તરફથી આયોજિત કિસાન મોર્ચા સંમેલનમાં સિન્હાએ કહ્યું કે ભાજપના કાર્યકરો અપરાધ, ભ્રષ્ટાચારને જમીનદોસ્ત કરવા તૈયાર છે. હું કહેવા માંગુ છું કે જો કોઈની પણ આંગળી ભાજપ તરફ જોવા મળી તો ભરોસો રાખો કે 4 કલાકમાં તેમની આંગળી સહીસલામત નહીં રહે. તેમણે એમ પણ કહ્યું કે કોઈની ઓકાત નથી કે ભાજપના કાર્યકર્તાઓ ઉપર આંખ ઉઠાવીને જુએ. જો આંખ ઉઠાવીને જોઈ તો જમીનમાં દફન કરી દેવાશે. 

સૈદપુરના ટાઉન નેશનલ ઈન્ટર કોલેજ મેદાનમાં ભાજપના કિસાન મોરચા સંમેલનમાં બોલતા કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે કોઈ પૂર્વાંચલનો અપરાધી, કોઈની ઓકાત નથી કે ગાઝીપુરની સરહદમાં આવીને ભાજપના કાર્યકર્તાને આંખ બતાવે. જો આમ થશે તો તેમની આંખો સલામત નહીં રહે. 

ભાજપના ઉમેદવાર અને રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ પોતાની વોટ બેંક બનાવવા માટે સૈદપુરના ટાઉન નેશનલ ઈન્ટર કોલેજમાં વિજય સંકલ્પ કિસાન સંમેલન ઓયોજિત કર્યું હતું. તેમાં તેમણે વિકાસના ગુણગાન ગાયા. 19 મેના રોજ થનારી લોકસભા ચૂંટણીમાં તેમણે મત આપવાની ખેડૂતોને અપીલ કરી હતી. 

આ બાજુ ખેડૂતોથી ખચાખચ ભરેલા પંડાળમાં આચાર સંહિતાની અવગણના કરતા વિવાદિત નિવેદન આપતા મનોજ સિન્હાએ કહ્યું કે અપરાધ, ભ્રષ્ટાચાર અને ધનની રાજનીતિ કરનારાઓની ખેર નથી. તેમને ભાજપના કાર્યકર્તાઓ ટકવા દેશે નહીં. ભાજપના કાર્યકરોએ કોઈથી ડરવાની જરૂર નથી. કોઈ પણ કાર્યકર્તાની તરફ કોઈ આંગળી ઉઠાવશે તો તેમની આંગળી 4 કલાકમાં તોડી નાખવામાં આવશે. 

ખાસ વાત તો એ છે કે ગાઝીપુરમાં લડાઈ ગઠબંધન ઉમેદવાર અને ભાજપ ઉમેદવાર વચ્ચે છે. પ્રદેશમાં સપા-બસપા સાથે આવી ગયા છે અને બંને પક્ષો ભેગા થઈને ભાજપને માત આપવાના પ્રયત્નોમાં છે. લડાઈ કાંટાની ટક્કર બની રહી છે. ગઠબંધનના બસપા ઉમેદવાર ઉપર ભૂતકાળમાં અનેક અપરાધિક મામલા નોંધાયેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news