હાર્દિક પટેલને તમાચો મારનાર યુવક તરૂણ ગજ્જર કોણ છે? જાણો વિગત

સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રસના સ્ટાર પ્રચારક નેતા હાર્દિક પટેલને તમાચો પડ્યો. એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિકને લાફો ઝીક્યો હતો. આ ઘટના બાદ હાર્દિક પટેલ અને કોંગ્રસના નેતાઓએ સીધો જ આરોપ ભાજપ પર મૂક્યો છે કે, ભાજપા ઈશારે આ યુવકે આ હુમલો કર્યો છે. ત્યારે કોણ છે આ યુવક તરુણ ગજ્જર, જેણે હાર્દિક પટેલને લાફો માર્યો તે જાણીએ...

હાર્દિક પટેલને તમાચો મારનાર યુવક તરૂણ ગજ્જર કોણ છે? જાણો વિગત

તેજશ દવે/મહેસાણા :સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રસના સ્ટાર પ્રચારક નેતા હાર્દિક પટેલ પર લાફાવાળી થઈ હતી. એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિકને લાફો ઝીક્યો હતો. આ ઘટના બાદ હાર્દિક પટેલ અને કોંગ્રસના નેતાઓએ સીધો જ આરોપ ભાજપ પર મૂક્યો છે કે, ભાજપા ઈશારે આ યુવકે આ હુમલો કર્યો છે. ત્યારે કોણ છે આ યુવક તરુણ ગજ્જર, જેણે હાર્દિક પટેલને લાફો માર્યો તે જાણીએ...

11392902_516222708529100_5083025074141897438_o.jpg

હાર્દિક સ્ટેજ પર સભાને સંબોધી રહ્યો છે ત્યારે તરુણ ગજ્જર નામના યુવકે ‘14 લોકોને ભરખી ગયો, 14 પાટીદારોને મારી નાંખ્યા છે’ કહીને હાર્દિકને થપ્પડ લગાવ્યો હતો. તરુણ ગજ્જર નામનો આ યુવક કડીનો વતન હોવાનું સામે આવ્યું છે. કડી તાલુકાના જાસલપુર ગામે તરુણ ગજ્જર રહે છે. તરુણ ગજ્જર આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જવા નીકળી ગયો હતો અને હાર્દિકની સભામાં પહોંચ્યો હતો. તરુણ ગજ્જર ગામમાં છૂટક ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સમાજમાં જાતિ વિષયક આગ લગાવવાના કૃત્યથી તરુણ ગુસ્સે ભરાયેલો હતો, જેથી તેણે હાર્દિક પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. તરુણ ગજ્જરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પણ કોંગ્રેસ વિરોધી તસવીરો શેર કરી છે. જેમાં પાટીદાર હિતરક્ષક સમિતિનો ઉલ્લેખ કરતો પત્ર પણ છે. જેમાં ‘પાટીદાર જાગે, પાટીદાર વિરોધી કોંગ્રેસ ભાગે’ લખાણ લખાયેલું છે. આ ઉપરાંત તેનુ ફેસબુક એકાઉન્ટ સુવાક્યોથી ભરેલું છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં તરુણ ગજ્જરની એક તસવીર પણ વાઈરલ થઈ છે. 

હાર્દિક પટેલ આજે સુરેન્દ્ર નગરના વઢવાણમાં જાહેર સભાને સંબોધી રહ્યો હતો. ત્યારે અચાનક એક તરુણ ગજ્જર સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિક પટેલના જમણા ગાલ પર તમાચો માર્યો હતો. આ ઘટનાથી હાર્દિક પટેલ પહેલા તો એકદમ ડઘાઈ ગયો હતો, પણ બાદમાં બધાએ તરુણને પકડી લીધો હતો. આ બાદ યુવક અને લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી. ઘટના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ તેને સાઈડ પર લઈ ગયા હતા. આ યુવકને સભામાં પાછળ લઈ જઈને ઢોર માર મરાયો હતો. યુવકને એટલી હદે માર મરાયો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા, અને તે નગ્ન અવસ્થામાં આવી ગયો હતો. તેને નગ્ન અવસ્થામાં જ પોલીસની ગાડીમા બેસાડાયો હતો. 

787987879.jpg

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલનો કડી સાથે પહેલા પણ નાતો રહેલો છે. કડી કોર્ટમાં રૂપિયાની લેતીદેતી મામલે હાલમાં હાર્દિક કોર્ટની મુદ્દત પણ ભરે છે. હાર્દિક પટેલે કડીના એક વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા હતા, જે આજદિન સુધી પરત કર્યા નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news