વાયનાડમાં ઉમેદવારી નોંધાવ્યાં બાદ રાહુલે કહ્યું- 'કેરળમાં સંદેશો આપવા આવ્યો છું કે સમગ્ર દેશ એક છે'

ઉમેદવારી પત્રક ભરીને રોડ શો કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું કેરળમાં એ સંદેશો આપવા માટે આવ્યો છું કે ભલે ઉત્તર હોય, કે દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, આખો દેશ એક છે. દેશની સંસ્કૃતિ પર હુમલા થઈ રહ્યાં છે. તેમણે સીપીએમ ઉપર પણ પ્રતિક્રિયા આપી.

વાયનાડમાં ઉમેદવારી નોંધાવ્યાં બાદ રાહુલે કહ્યું- 'કેરળમાં સંદેશો આપવા આવ્યો છું કે સમગ્ર દેશ એક છે'

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠકથી ઉમેદવારી પત્રક ભરી દીધુ છે. આ સાથે તેઓ ઉત્તર પ્રદેશની પોતાની પરંપરાગત અમેઠી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. રાહુલ ગાંધીની સાથે બહેન અને પૂર્વ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં. ઉમેદવારી નોંધાવ્યાં  બાદ રાહુલ ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો હતો. 

ઉમેદવારી પત્રક ભરીને રોડ શો કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું કેરળમાં એ સંદેશો આપવા માટે આવ્યો છું કે ભલે ઉત્તર હોય, કે દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, આખો દેશ એક છે. દેશની સંસ્કૃતિ પર હુમલા થઈ રહ્યાં છે. તેમણે સીપીએમ ઉપર પણ પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હું સમજું છું કે સીપીએમમાં મારા ભાઈ અને બહેન મારા વિરુદ્ધ બોલશે અને  હુમલા કરશે. પરંતુ હું મારા આખા ચૂંટણી અભિયાનમાં સીપીએમ વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલું. 

જિલ્લા મુખ્યાલયમાં તેમણે જિલ્લા કલેક્ટર એ આર અજયકુમારને ઉમેદવારી સંલગ્ન દસ્તાવેજો સોંપ્યાં. જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર કાર્યાલયની આસપાસ ચૂસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. કેરળની વાયનાડ બેઠક માટે એનડીએના ઉમેદવાર તુષાર વેલાપલ્લી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. રાહુલ ગાંધીનો તેમની સામે મુકાબલો રહેશે. આ ઉપરાંત કેરળમાં સત્તા પર વિરાજમાન ડાબેરીઓ પણ રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવા પર ગિન્નાયેલા છે. તેઓ પણ રાહુલ ગાંધીને કડક ટક્કર આપે તેવા સંકેત છે. 

LIVE: नामांकन के बाद वायनाड में रोड शो कर रहे हैं राहुल गांधी, प्रियंका भी हैं मौजूद

કેરળમાં ડાબેરીઓના ગઠબંધન વામ લોકતાંત્રિક મોરચા (એલડીએફ)એ વાયનાડ સંસદીય મતવિસ્તારથી સીપીઆઈના પી પી સુનીરને મેદાનમાં ઉતાર્યા છે. આ વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો પડે છે. જેમાંથી વાયનાડ અને મલપુરમ જિલ્લાની 3-3 બેઠકો અને એક કોઝિકોડ જિલ્લાની એક બેઠક સામેલ છે. ડાબેરી પક્ષોએ રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવા પર કહ્યું હતું કે તેઓ તેમને શીખવાડશે કે ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે ચૂંટણી લડાય છે. 

જુઓ LIVE TV

રાહુલ ગાંધી સવારે લગભગ 11 કલાકે હેલિકોપ્ટરથી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાયનાડ પહોંચ્યા હતાં. આ અગાઉ રાહુલ ગાંધી બુધવારે રાતે કોઝિકોડ પહોંચ્યા હતાં અને પાર્ટી કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેમના ત્યાં પહોંચ્યા બાદ થોડીવારમાં પ્રિયંકા ગાંધી પણ અલગથી ત્યાં પહોંચ્યા હતાં. કોંગ્રેસ પાર્ટી અને યુડીએફએ  રાહુલ ગાંધીને કેરળથી ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું હતું. આ જ રીતે કર્ણાટક અને તામિલનાડુએ પણ તેમને ત્યાંથી ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news