કોંગ્રેસ લોકો પ્રત્યે અસંવેદનશીલ, પોતાના પાપ માટે કહે છે 'હુઆ તો હુઆ': PM મોદીનો વળતો પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ નેતા ગાંધી પરિવારનો સૌથી મોટો રાઝદાર છે, તે રાજીવ ગાંધીનો સારા મિત્ર અને રાહુલ ગાંધીના ગુરુ છે. તેમના માટે જીવનની કોઈ કિંમત નથી, મોદીએ કહ્યું કે, તમારે કોંગ્રેસ અને તેના સાથીદારો સાથે સાવધ રહેવાની જરૂર છે 
 

કોંગ્રેસ લોકો પ્રત્યે અસંવેદનશીલ, પોતાના પાપ માટે કહે છે 'હુઆ તો હુઆ': PM મોદીનો વળતો પ્રહાર

રોહતકઃ વડાપ્રધાન મોદીએ સેમ પિત્રોડા દ્વારા 1984ના શીખ રમખાણો અંગે આપેલા '84 હુઆ તો હુઆ' નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, પિત્રોડાનું શીખ રમખાણો અંગેનું નિવેદન પાર્ટીનું 'ચરિત્ર અને માનસિક્તા' દર્શાવે છે. દેશ પર સૌથી વધુ સમય સુધી રાજ કરનારી કોંગ્રેસ કેટલી અસંવેદનશીલ છે એ વાત તેમના આ નિવેદનથી જાહેર થાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે, "કોંગ્રેસે 70 વર્ષ સુધી દેશ ચલાવ્યો છે. તેમનું મગજ કેવું ચાલે છે, તેમની ખોપડીમાં કેટલો અહંકાર ભરેલો છે આ માત્ર 3 શબ્દોમાં તેમણે પોતે જ જાહેર કરી દીધું છે." પીએમ મોદીએ 1984માં શીખો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હરિયાણા, હિમાચલ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને અન્ય પ્રદેશોમાં શીખોને નિશાન બનાવાયા હતા. તેનું નેતૃત્વ કોંગ્રેસે કર્યું હતું. આ પાપ કોંગ્રેસના દરેક નાના-મોટા નેતાએ કર્યું હતું, તેમ છતાં કોંગ્રેસ આજે કહી રહી છે કે, "હુઆ તો હુઆ". 

— ANI (@ANI) May 10, 2019

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "દિલ્હીમાંથી હજારોની સંખ્યામાં શીખ પરિવારોને પોતાનું ઘર-બાર છોડીને ભાગવું પડ્યું હતું. તેમ છતાં કોંગ્રેસ આજે કહી રહી છે કે 'હુઆ તો હુઆ'. ગઈકાલે કોંગ્રેસના જ એક મોટા નેતાઓમાંથી એક વ્યક્તિએ કહ્યું હતું કે, 1984ના શીખ રમખાણો 'હુઆ તો હુઆ'".

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ નેતા ગાંધી પરિવારનો સૌથી મોટો રાઝદાર છે, તે રાજીવ ગાંધીનો સારા મિત્ર અને રાહુલ ગાંધીના ગુરુ છે. તેમના માટે જીવનની કોઈ કિંમત નથી, મોદીએ કહ્યું કે, તમારે કોંગ્રેસ અને તેના સાથીદારો સાથે સાવધ રહેવાની જરૂર છે. દિલ્હીમાં જે કોંગ્રેસના નામદાર છે, તેમના જે સંબંધી છે તેણે પૂર્વ મુખ્યમંત્રી સાથે હાથ મિલાવીને અહીં શું કર્યું છે તે આખો દેશ જાણે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news