PM મોદીના નામાંકનના પ્રસ્તાવક હશે ડોમ રાજાનો પરિવાર, બિસ્મિલ્લાહ ખાનની 'પુત્રી' અને ચોકીદાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014 બાદ એકવાર ફરીથી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. આજે તેઓ ઉમેદવારીપત્ર ભરશે. આ વખતની ચૂંટણીમાં પ્રસ્તાવક કોણ હશે. મળતી માહિતી મુજબ પ્રસ્તાવકોની પ્રસ્તાવિત સૂચિ બનાવી લેવાઈ છે. જેમાં સાત લોકોના નામ સામેલ કરાયા છે. મોડી રાતે થયેલી બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહને આ સૂચિ સોંપવામાં આવી. 
PM મોદીના નામાંકનના પ્રસ્તાવક હશે ડોમ રાજાનો પરિવાર, બિસ્મિલ્લાહ ખાનની 'પુત્રી' અને ચોકીદાર

નવી દિલ્હી/વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014 બાદ એકવાર ફરીથી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. આજે તેઓ ઉમેદવારીપત્ર ભરશે. આ વખતની ચૂંટણીમાં પ્રસ્તાવક કોણ હશે. મળતી માહિતી મુજબ પ્રસ્તાવકોની પ્રસ્તાવિત સૂચિ બનાવી લેવાઈ છે. જેમાં સાત લોકોના નામ સામેલ કરાયા છે. મોડી રાતે થયેલી બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહને આ સૂચિ સોંપવામાં આવી. 

આ હસ્તીઓ હોઈ શકે છે પ્રસ્તાવક
આ વખતે પીએમ મોદીના પ્રસ્તાવકોની સૂચિમાં જે 7 લોકોના નામ સામેલ છે તેમાં ઠુમરી ગાયિકા અને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની માનદ પુત્રી પદ્મશ્રી સીમા ઘોષનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ સૂચિ ભાજપના અધ્યક્ષ અમિત શાહને સોંપી દેવાઈ છે. જેમાં એક ડોમરાજા પરિવાર સાથે જોડાયેલ સભ્ય, એક ચોકીદાર, સંઘ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા અને એક મહિલાનું નામ પ્રસ્તાવિત કરાયું છે. 

પીએમ મોદી આજે ભરશે ઉમેદવારી પત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદીય મતવિસ્તાર વારાણસીથી લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારીપત્ર ભરશે. પીએમ મોદી સવારે 11.30 કલાકે ઉમેદવારી નોંધાવશે. આ અગાઉ બૂથ કાર્યકરો સાથે મુલાકાત પણ કરવાના છે. 

જુઓ LIVE TV

વર્ષ 2014માં આ લોકો હતા પ્રસ્તાવક
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી વખતે પીએમ મોદીના નામિનેશનમાં બીએચયુના સંસ્થાપક પંડિત મદનમોહન માલવીયના પુત્ર અને હાઈકોર્ટના રિટાયર્ડ જજ ગિરધર માલવીય સહિત ચાર  લોકોને નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક બનાવવામાં આવ્યાં હતાં. જસ્ટિસ ગિરધર યાદવ, ઉપરાંત પદ્મભૂષણથી સન્માનિત જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્ર, વીરભદ્ર નિષાદ (મલ્લાહ) અને અશોક (વણકર)ને પ્રસ્તાવક બનાવવામાં આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news