ગરબા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર, નીતિન પટેલે કહ્યું કે....

ગરબા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર, નીતિન પટેલે કહ્યું કે....
  • સરકાર કોવિડની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી છે.
  • ગરબા આયોજકો કહે છે કે, અમે કોરોનાના નિયમો સાથે ગરબા આયોજન કરવા તૈયાર છીએ

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતીઓ માટે હવે સૌથી મોટો તહેવાર નવરાત્રિ આવી રહ્યો છે. કોરોનાકાળમાં ગરબાનું આયોજન થશે કે નહિ થાય તે મોટો પ્રશ્ન હતો. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, જરૂર પડે નવરાત્રિમાં છૂટછાટ આપવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય સરકાર નવરાત્રિમાં કેટલા સમય માટે છૂટછાટ આપી શકાય તેનો વિચાર કરશે. 

આ પણ વાંચો : તાપી નદીમાં પડતુ મૂકીને સુરતના રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે કરી આત્મહત્યા 

યોગ્ય સમયે સરકાર જાહેરાત કરશે - નીતિન પટેલ 
રૂપાલમાં આયોજિત એક કાર્યક્રમ બાદ ગરબા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું કે, શાળાઓ ચાલુ કરવા અંગે નિવેદન ભારત સરકારની ગાઇડ લાઇન હજુ સ્પષ્ટ નથી. રાજ્ય સરકારે આ વિશે કોઈ વિચાર કર્યો નથી. પરંતુ સરકાર નવરાત્રિના આયોજન અંગે સરકાર વિચારી રહી છે. આ આયોજન કેવી રીતે કરવી તેના સંદર્ભે ચર્ચા કરીએ છીએ. શક્ય એટલી રાહત અને છૂટછાટ આપી શકાય તે વિશે ચર્ચા ચાલી રહી છે. મર્યાદામાં કેવી રીતે, કેટલા લોકો, કેટલા સમય માટે ગરબા રમી શકે તે અંગે વિચારણા અમે કરી રહ્યાં છે. સરકાર કોવિડની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી છે. યોગ્ય સમયે ગરબા અંગે સરકાર જાહેરાત કરશે. 

શું કહે છે ગરબા આયોજકો... 
સુરતના ગરબા આયોજક હીરેન કાકડિયાએ આ વિશે કહ્યું કે, સરકાર પરમિશન આપશે, તો પણ અમારે જે તૈયારીઓ કરવાની હતી, તે દરેકમાં સમસ્યાઓ આવશે. ઓરકેસ્ટ્રાનું બુકિંગ, પાર્ટીપ્લોટનું બુકિંગ, સાઉન્ટ આયોજન વગેરે કરવું હવે શક્ય નથી. આ સમયમર્યાદા ક્રોસ થઈ ગઈ છે. સરકાર જો પરમિશન આપે તો અમારા તરફથી પ્લાનિંગ કરવું અઘરુ છે. તો બીજી તરફ લોકો પણ ડરેલા છે. તેથી તેઓ મન મૂકીને ગરબા નહિ કરી શકે. તો અન્ય ગરબા આયોજનક વિજયસિંહ વાળાએ કહ્યું કે, હાલ અમારા માટે પ્લાનિંગ કરવુ શક્ય નથી. અમને આયોજન કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગતો હોય છે. તેથી જો સરકાર વહેલો નિર્ણય લે તો જ અમારા માટે પ્લાનિંગ શક્ય છે. મારી વિનંતી છે કે સરકારે છૂટ આપવી જોઈએ. માસ માટે નહિ, પણ ઓછા લોકો સાથે મંજૂરી આપવી જોઈએ. કોરોનામાંથી હવે બહાર નીકળવાની જરૂર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news