VIDEO: યુપીમાં આ જગ્યાએ ફૂલોની પાંખડીઓ અને ઢોલ નગારાથી થઈ રહ્યું છે મતદારોનું સ્વાગત

બાગપતમાં મતદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. 

VIDEO: યુપીમાં આ જગ્યાએ ફૂલોની પાંખડીઓ અને ઢોલ નગારાથી થઈ રહ્યું છે મતદારોનું સ્વાગત

બાગપત: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. નોઈડા, મેરઠ, નાગપુરમાં મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો સવારથી જ પોલિંગ બૂથો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઈનમાં ઊભેલા જોવા મળ્યાં છે. બાગપતમાં મતદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. 

ઢોલ વગાડીને કરાયું સ્વાગત
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ બાગપતના બેરુતમાં મતદાન કેન્દ્ર સંખ્યા 126 પર મતદાતાઓના સ્વાગત માટે ફૂલોની પાંખડીઓ વરસાવવામાં આવી રહી છે. આ સાથે જ મતદારોનું ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 

પહેલા તબક્કાનું મતદાન: PM મોદીની દેશવાસીઓને ખાસ અપીલ, 'પહેલા મતદાન પછી જલપાન'
મતદાન શરૂ થતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને પોતાના હકનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે લોકસભા ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન છે. તમામ મતદારોને મારી વિનંતી છે કે લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લે. વધુમાં વધુ લોકો મતદાન કરે. પહેલા મતદાન અને પછી જલપાન.

દિગ્ગજોની શાખ દાવ પર
પહેલા તબક્કાના મતદાનમાં કેન્દ્રીય મંત્રી જનરલ વી  કે સિંહ (ગાઝિયાબાદ), મહેશ શર્મા (ગૌતમ બુદ્ધ નગર) ઉપરાંત આરએલડીના પ્રમુખ અજિત સિંહ (મુઝફ્ફરનગર) અને તેમના પુત્ર જયંત ચૌધરી (બાગપત) સહિત અનેક દિગ્ગજોની શાખ દાવ પર લાગી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news