કોંગ્રેસ-સપા-બસપાનો બસ એક જ મંત્ર, 'જાત-પાત જપના, જનતા કા માલ અપના': PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં રેલી કરી. સમાજવાદી પાર્ટીના ગઢમાં રેલી દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કન્નૌજની રેલીમાં કહ્યું કે કોંગ્રેસ, સપા અને બસપાનો બસ એક જ મંત્ર છે, જાત પાતની માળા જપવી અને જનતાનો માલ હડપવો. 
કોંગ્રેસ-સપા-બસપાનો બસ એક જ મંત્ર, 'જાત-પાત જપના, જનતા કા માલ અપના': PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં રેલી કરી. સમાજવાદી પાર્ટીના ગઢમાં રેલી દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કન્નૌજની રેલીમાં કહ્યું કે કોંગ્રેસ, સપા અને બસપાનો બસ એક જ મંત્ર છે, જાત પાતની માળા જપવી અને જનતાનો માલ હડપવો. 

પીએમ મોદીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આપણા દેશમાં એવા તેજસ્વી લોકો અને બુદ્ધિમાન લોકો છે જે બટાકામાંથી સોનું બનાવે છે. તેવા કામ અમે કે અમારી પાર્ટી કરી શકે નહીં. જેમને બટાકામાંથી સોનું બનાવવું હોય તેઓ તેમની પાસે જાય, અમે આવું ન કરી શકીએ. તેમણે કહ્યું કે અમે તો કોલ્ડ સ્ટોરેજ બનાવીશું. બટાકાની વેલ્યુ એડિશન વધારીશું અને બટાકામાંથી ચિપ્સ બનાવી શકીએ છીએ તથા ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયત્નો કરીએ છીએ. 

પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશના વીર શહીદોએ તિરંગા ઝંડાને લઈને આઝાદીની લડાઈ લડી હતી. તેઓ સ્વરાજ માટે લડ્યા હતાં. હવે આપણે સુરાજ (સુશાસન) માટે લડવાનું છે. આપણે ત્યારે સંકટોમાંથી બહાર આવવા માંગતા હતાં અને હવે સમૃદ્ધિઓની ઊંચાઈઓને સ્પર્શવા ઈચ્છીએ છીએ. તિરંગો જ અમારા માટે પ્રેરણા છે. 

રેલીમાં મોટી સંખ્યામાં આવેલા લોકોને જોઈને પીએમ મોદીએ કહ્યું કે પરમ દિવસે કાશીવાળાઓએ તકવાદીઓ, મહામિલાવટીઓના હોશ ઉડાવી દીધા અને આજે તમે તેમના હાલ બેહાલ કરી નાખ્યા છે. એવું લાગી રહ્યું ચે કે તમે બધા વિજય ડંકો વગાડવા આવ્યાં છો. તેમણે કહ્યું કે હું જ્યારે હેલિપેડ પર ઉતર્યો તો ત્યાં જેટલા પણ સીનિયર લોકો રિસિવ કરવા આવ્યાં હતાં, મે તેમને પૂછ્યું કે ચૂંટણીના શું હાલ છે તો તેમણે કહ્યું કે ચૂંટણી ન તો ભાજપ કે ન તો કોઈ ઉમેદવાર લડે છે. આ ચૂંટણી તો ઉત્તર પ્રદેશની જનતા લડી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news