'ભારત તેરે ટુકડે હોંગે' કહેનારાઓને જવાબ આપવા માંગુ છું: PM મોદી

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન 23મી એપ્રિલે થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના અરરિયાના ફોરબિસગંજમાં જનસભાને સંબોધી.

'ભારત તેરે ટુકડે હોંગે' કહેનારાઓને જવાબ આપવા માંગુ છું: PM મોદી

ફોરબિસગંજ: લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન 23મી એપ્રિલે થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના અરરિયાના ફોરબિસગંજમાં જનસભાને સંબોધી. ફોરબિસગંજમાં પીએમ મોદીએ અરરિયા બેઠકથી ભાજપના ઉમેદવાર પ્રદીપ સિંહને મત આપવાની જનતાને અપીલ કરી. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે જનતા આટલી ગરમીમાં પણ આટલો પ્રેમ આપે છે તેનાથી મને ખુશી થાય છે, પરંતુ હું તમને પડી રહેલા આ  કષ્ટ બદલ માફી માંગવા માંગુ છું. હું જનતાની તપસ્યાનો બદલો વિકાસ સ્વરૂપે વાળીશ. 

પીએમ મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે ભારત તારા ટુકડાં થશે એમ કહેનારાઓને હું જવાબ આપવા માંગુ છું. આ જવાબ જનતા દ્વારા આપવા માંગુ છું. મેં પાંચ વર્ષોમા જનતાની સેવા કરીને તેમના આશીર્વાદ મેળવ્યાં છે. પરંતુ પરિવારભોગવાળા દરેક જગ્યાએ ભાગલા કરાવવા માંગે છે. 

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ વોટબેંકની રાજનીતિ કરી રહ્યાં છે. પરંતુ દેશ ભક્તિ શું હોય છે તે સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા હુમલા બાદ કરાયેલી કાર્યવાહીથી ખબર પડી જાય છે. તેમણે કહ્યું કે આજે દેશમાં એકબાજુ વોટભક્તિની રાજનીતિ છે અને બીજી બાજુ દેશભક્તિની રાજનીતિ છે. ભારતમાતાની જયથી કેટલાક લોકોના પેટમાં સળવળ થવા લાગે છે, તેમને દુ:ખાવો થાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે હું બંગાળથી આવ્યો છું, જેવો જનસેલાબ મેં ત્યાં જોયો તેવો જ અહીં પણ છે. આટલા ભયંકર તાપમાં પણ મોટી સંખ્યામાં લોકો આવેલા છે. આ તાપમાં જે લોકો તપી રહ્યાં છે, તેમની તપસ્યા હું બેકાર જવા દઈશ નહીં. 

પીએમ મોદીએ કહ્યું કે હું આપણા જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવનારાઓને પડકાર ફેંકુ છું કે જો હિંમત હોય તો ચૂંટણીમાં જનતાની વચ્ચે જઈને પુલવામાના શહીદોનો અમે જે બદલો લીધો છે તેના પર ચર્ચા કરીને બતાવે, સેનાના પરાક્રમ પર સવાલ પૂછીને જુએ, મારો પડકાર છે કે નહીં પૂછી શકે. 

જુઓ LIVE TV

બાટલાહાઉસનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ પ્રકારની વોટબેંકની રાજનીતિ તે સમયે કરવામાં આવી હતી જ્યારે દિલ્હીના બાટલા હાઉસમાં આપણા વીરોએ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ આતંકીઓને માર્યા હતાં. પરંતુ આતંકીઓ પરની આ કાર્યવાહીથી ખુશ થવાની જગ્યાએ કોંગ્રેસના મોટા નેતાઓની આંખમાં આસું આવી ગયા હતાં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news