રાહુલ ગાંધીનો દાવો, '5 વર્ષમાં 942 વિસ્ફોટ થયા, શું PMના ધ્યાનમાં છે આ વાત...'

નક્સલીઓ દ્વારા બુધવારે ગઢચિરોળીમાં થયેલા વિસ્ફોટ અને પુલવામા, ઉરી જેવા હુમલાનો હવાલો આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના એ નિવેદન બદલ આડે હાથ લીધા.

રાહુલ ગાંધીનો દાવો, '5 વર્ષમાં 942 વિસ્ફોટ થયા, શું PMના ધ્યાનમાં છે આ વાત...'

નવી દિલ્હી: નક્સલીઓ દ્વારા બુધવારે ગઢચિરોળીમાં થયેલા વિસ્ફોટ અને પુલવામા, ઉરી જેવા હુમલાનો હવાલો આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના એ નિવેદન બદલ આડે હાથ લીધા જેમાં તેમણે કહ્યું હતું કે વર્ષ 2014 બાદથી ભારતમાં વિસ્ફોટોનો અવાજ સંભળાવવાનો બંધ થઈ ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાને પોતાના કાન ખોલીને સાંભળવું જોઈએ. 

નક્સલીઓ દ્વારા ગઢચિરોળામાં કરાયેલા આઈઈડી વિસ્ફોટ બાદ રાહુલ ગાંધીની આ ટિપ્પણી આવી છે. આ વિસ્ફોટમાં 15 સુરક્ષાકર્મીઓ સહિત 16 લોકો માર્યા ગયા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું કે, "વડાપ્રધાન કહે છે કે ભારતમાં 2014 બાદથી વિસ્ફોટનો કોઈ અવાજ સંભળાયો નથી. પુલવામા, પઠાણકોટ, ઉરી અને ગઠચિરોળી...તથા વર્ષ 2014થી 942 અન્ય મુખ્ય વિસ્ફોટો. વડાપ્રધાને પોતાના કાન ખોલીને સાંભળવાની જરૂર છે."

ઉલ્લેખનીય છે કે ગુરુવારે મહારાષ્ટ્રના ગઢચિરોળી જિલ્લામાં નક્સલીઓ દ્વારા એક સુરક્ષા વાહનોને નિશાન બનાવીને કરાયેલા એક બારૂદી સુરંગ વિસ્ફોટમાં 15 કમાન્ડો શહીદ થયા અને એક નાગરિકનું મોત થયું. નક્સલીઓએ કુરખેડા તહસીલમાં એવા સમયે વિસ્ફોટ કર્યો કે જ્યારે રાજ્ય પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહ્યો હતો.

નક્સલીઓએ મહારાષ્ટ્ર પોલીસના પ્રતિષ્ઠિત સી-60 કમાન્ડોને લઈ જતા વાહનને કુરખેડા વિસ્તારમાં બપોરે 12.30 વાગે વિસ્ફોટ કરીને ઉડાવી દીધુ. આ ઘટનાના ગણતરીના કલાકો પહેલા જ સંદિગ્ધ નક્સલીઓએ ગઢચિરોળીના દાદરપુર ગામમાં સડક નિર્માણમાં લાગેલા 36 વાહનો અને એક સડક નિર્માણ કોન્ટ્રાક્ટરના બે સાઈટ કાર્યાલયોને બાળી મૂક્યા હતાં. 

જુઓ LIVE TV

અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ્યના નક્સલી પ્રભાવિત વિસ્તારમાં અભિયાન ચલાવનારા ક્વિક રિસ્પોન્સ ટીમના કર્મીઓને એવી જગ્યાએ લઈ જઈ રહ્યાં હતાં કે જ્યાંથી નક્સલીઓને હુમલો કરવાના ષડયંત્રની સૂચના મળી હતી. 

સૂત્રોના જણાવ્યાં અનુસાર સી-60 ટીમને રસ્તામાં જંગલી વિસ્તારમાં સુમસામ સડક પર કથિત રીતે તૂટી પડેલા ઝાડ જોવા મળ્યાં. જ્યારે તેઓ રસ્તામાંથી તે ઝાડ હટાવવા માટે નીચે ઉતર્યા તો વિસ્ફોટ થયો અને કમાન્ડો તત્કાળ ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયાં. 

મહારાષ્ટ્રના ડીજીપી સુબોધ જયસ્વાલે કહ્યું કે 15 કર્મીઓને લઈ જઈ રહેલું સુરક્ષા વાહન બારૂદી સુરંગની ચપેટમાં આવી ગયું અને આ સાથે જ એક ખાનગી વાહન પર તેની ચપેટમાં આવ્યું. તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સૌથી દુ:ખદ વાત એ છે કે આપણે આપણા 15 જવાનો ગુમાવ્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news