ગર્વની લેવાની વાત, ગુજરાતના આ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિએ તાજેતરમાં જ રાજ્યમાં કોરોનાના આંકડા જણાવ્યું કે, ગુજરાતના 30 જિલ્લામાં કોરોના વાયરસ ફેલાયેલો છે. ગુજરાતના કુલ 33 જિલ્લા છે, ત્યારે સવાલ એવો થાય કે કયા ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના વાયરસ (Coronavirus) હજી સુધી પહોંચ્યો નથી. તેમજ આ ત્રણ જિલ્લામાં કોરોના વાયરસ હોવા પાછળ કયુ મોટું કારણ છે. આ જિલ્લાઓએ એવી કઈ બાબતની તકેદારી લીધી કે, જેનાથી આ ત્રણ જિલ્લાઓ હજી પણ કોરોના વાયરસથી દૂર છે. સરકારી આંકડા મુજબ, અમરેલી, જુનાગઢ અને દ્વારકા ત્રણ એવા જિલ્લા છે, જેમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 

ગર્વની લેવાની વાત, ગુજરાતના આ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિએ તાજેતરમાં જ રાજ્યમાં કોરોનાના આંકડા ટાંકીને જણાવ્યું હતું કે, ગુજરાતના 30 જિલ્લામાં કોરોના વાયરસ ફેલાયેલો છે. ગુજરાતના કુલ 33 જિલ્લા છે, ત્યારે સવાલ એવો થાય કે કયા ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના વાયરસ (Coronavirus) હજી સુધી પહોંચ્યો નથી. તેમજ આ ત્રણ જિલ્લામાં કોરોના વાયરસ હોવા પાછળ કયુ મોટું કારણ છે. આ જિલ્લાઓએ એવી કઈ બાબતની તકેદારી લીધી કે, જેનાથી આ ત્રણ જિલ્લાઓ હજી પણ કોરોના વાયરસથી દૂર છે. સરકારી આંકડા મુજબ, અમરેલી, જુનાગઢ અને દ્વારકા ત્રણ એવા જિલ્લા છે, જેમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 

દુનિયાના મોટા શહેરો કરતા અમદાવાદમાં વધુ ટેસ્ટિંગ કર્યાંનો AMCના કમિશનરનો દાવો  

હાલ ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, તે મુજબ ગુજરાત હાલ દેશમાં બીજા ક્રમે પહોંચી ચૂક્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરા જેવા શહેરો તો કોરોનાના હોટસ્પોટ બનીને ઉભર્યાં છે. પરંતુ અમરેલી, જુનાગઢ અને દ્વારકા જિલ્લાની હદમાં હજી સુધી કોરોના પહોંચ્યો નથી. આ જિલ્લાઓ હજી સુધી કોરોનામુક્ત છે એ સ્થાનિક તંત્રએ ગર્વ લેવાની બાબત છે. તો સાથે જ સરકારને ટાઢક મળે તેવા સમાચાર છે. સરકારી લિસ્ટમાં હજી સુધી આ જિલ્લાઓનું નામ આવ્યું નથી. સાથે જ ઝી 24 કલાકે એ જાણવાનો પ્રયાસ કર્યો કે, આખરે કેવી રીતે આ જિલ્લાઓ કોરોનાથી દૂર રહી શક્યા છે. આ પાછળ શું કારણ છે. 

રૂપાણી સરકારે લોકડાઉનમાં ખેડૂતોને આપી મોટી છૂટ

આરોગ્ય સચિવે 3 જિલ્લા કોરોનામુક્ત હોવાનું કહ્યું હતું....
ડો. જયિતં રવિએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં અમદાવાદના 65 ટકા, સુરતના 16 ટકા અને વડોદરાના 8 ટકા કેસોનો સમાવેશ થાય છે. ઉપરાંત 27 જિલ્લામાં 11 ટકા પોઝિટિવ કેસો છે. તેમજ અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ મળી કુલ ત્રણ જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગુજરાતના 30 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે. અસરકારક પગલાં અને લૉકડાઉનના કડક અમલને પરિણામે આજે પણ ગુજરાતના જુનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ નથી પહોંચી શક્યું. એનો અર્થ એ નથી કે આ જિલ્લાઓને આપણે કોરોનાથી હંમેશને માટે મુક્ત રાખી શકીશું. પરંતુ આવા અસરકારક પગલાને પરિણામે આપણે ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પાડી શક્યા છીએ અને એનો વ્યાપ વધવાની ક્ષમતા પણ નિયંત્રિત કરી શક્યા છીએ. 

વડોદરામાં કોરોનાના કેસ 100 થી 200 થતા ફક્ત 10 દિવસ લાગ્યા

ગુજરાતના 21 જિલ્લામાં કોરોના અંડર કન્ટ્રોલમાં
તાજેતરમાં જ આરોગ્ય સચિવે કહ્યું હતું કે, ગુજરાતના ત્રણ જિલ્લામાં કોરોના વાયરસ બિલકુલ પણ નથી. તો 18 જિલ્લા એવા છે, જેમાં કોરોના કેસના આંકડા સિંગલ ડિજીટમાં છે. સરકારે દાવો કર્યો છે કે, 18 અને 3 મળીને કુલ 21 જિલ્લામાં કોરોના વાયરસ સંતોષકારક રીતે અંડર કન્ટ્રોલમાં છે. ત્યારે વાત કરીએ ત્રણ જિલ્લાની જેઓએ હજુ સુધી કોરોનાને પોતાના જિલ્લામાં એન્ટર થવા દીધો નથી. 

શું કારણ હોઈ શકે
સામાન્ય રીતે આદિવાસી વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું આપોઆપ પાલન થતું હોય છે. તે માટે એક ચોક્કસ કારણ એ છે કે, અહી લોકોના ઘર દૂર દૂર હોય છે. પરંતુ આ ત્રણ જિલ્લામાં એવુ નથી. તો બીજી તરફ, આ જિલ્લામાં કોરોના વાયરસના કેસ ન હોવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ સરકારી તંત્ર દ્વારા જાણવા મળ્યું કે, આ જિલ્લામાં આવરજર ઓછી હોઈ શકે છે. સાથે જ સ્થાનિક લોકો લોકડાઉનનો પણ ચુસ્તપણે અમલ કરતા હોઈ શકે છે. અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગ આપોઆપ જળવાતુ હશે. જેથી કરીને આ જિલ્લાઓમાં હજી સુધી કોરોના પ્રવેશ્યો નથી. તો કદાચ લોકડાઉનમાં અન્ય જિલ્લાઓ સાથેનો સંપર્ક પણ મર્યાદિત કરી દેવામાં આવ્યો હશે, જેથી અહી કોરોના પ્રવેશ્યો નથી. 

આ જિલ્લા ગુજરાત માટે બની શકે છે ઉદાહરણરૂપ
આ ત્રણેય જિલ્લા હાલ ગુજરાત માટે ઉદાહરણરૂપ બની શકે છે. તો સાથે જ સરકાર માટે પણ આ સંશોધન કરવાનો વિષય છે કે એવી તો કેવા પ્રકારની રહેણીકરણી છે કે હજુ સુધી અહી કોઈ કોરોના કેસો પોઝિટિવ આવ્યા નથી. જો આ જિલ્લાઓ વિશે સચોટ કારણ મળે અને સંશોધન થાય તો એવા તારણ મળી શકે બીજા શેહરોમાં તેનુ ઉદાહરણ સેટ કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news