UPની 8 બેઠકો પર મતદાન, આ દિગ્ગજ નેતાઓના ભાવિ થશે ઈવીએમમાં કેદ 

પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશની સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને ગૌતમબુદ્ધ નગર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 

UPની 8 બેઠકો પર મતદાન, આ દિગ્ગજ નેતાઓના ભાવિ થશે ઈવીએમમાં કેદ 

લખનઉ: વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. 20 રાજ્યોની 91 લોકસભા  બેઠકો માટે હાલ મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુર લોકસભા બેઠકના પોલીંગ બૂથ સંખ્યા 216 પર આજે સવારે 7 વાગે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અલગ અલગ રાજ્યોના પોલિંગ બૂથો પર મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી  છે. લોકો સવારથી જ મતદાન કરવા પહોંચી રહ્યાં છે. પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશની સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને ગૌતમબુદ્ધ નગર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 

દોઢ કરોડ મતદારો કરશે મતદાનના અધિકારનો ઉપયોગ
પહેલા તબક્કામાં દોઢ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 82,24,000 પુરુષો અને 68,39,000 મહિલાઓ સામેલ છે. ચૂંટણી પંચે નિષ્પક્ષ મતદાન થાય તે માટે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યા છે. 

ભાજપના આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો
પહેલા તબક્કામાં મુઝફ્ફરનગર સીટ પર સપા-બસપા-આરએલડી મહાગઠબંધનના ઉમેદવાર તરીકે આરએલડી પ્રમુખ અજિત સિંહનો મુકાબલો ભાજપના હાલના સાંસદ સંજીવ બાલિયાન સામે થઈ રહ્યો છે. બાગપત બેઠક પર અજિત સિંહના પુત્ર જયંત ચૌધરીનો મુકાબલો ત્યાંના વર્તમાન ભાજપ સાંસદ સત્યપાલ સિંહ અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ચૌધરી મોહકમ સામે છે. 

— ANI UP (@ANINewsUP) April 11, 2019

ગાઝિયાબાદમાં ભાજપ કે બસપા?
ગાઝિયાબાદ બેઠક પર વર્તમાન કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) વીકે સિંહનો મુકાબલો મહાગઠબંધનના ઉમેદવાર સુરેશ બંસલ અને કોંગ્રેસના ઉમેદવાર ડોલી શર્મા સામે છે. નોઈડા બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેશ શર્મા સામે સતત બીજીવાર આ  બેઠકથી સંસદમાં પહોંચવાનો મોટો પડકાર છે. તેમની સામે કોંગ્રેસે ડો. અરવિંદ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મહાગઠબંધનના ઉમેદવાર તરીકે સત્યવીર નાગર મેદાનમાં છે. 

જુઓ LIVE TV

કૈરાનાની જનતા કોના પર કરશે ભરોસો
સહારનપુરના હાલના ભાજપ સાંસદ અને ઉમેદવાર રાઘન લખન પાલનો મુખ્ય મુકાબલો કોંગ્રેસના ઈમરાન મસૂદ સામે છે. ગત વર્ષે થયેલી પેટાચૂંટણીમાં ભાજપ પાસેથી કૈરાના  બેઠક છીનવી લેનારા  હાલના સંસદ અને મહાગઠબંધનના ઉમેદવાર તબસ્સુમ હસન સામે એક વર્ષની અંદર જ આ સીટને બીજી વાર જીતવાનો મોટો પડકાર ચે. તેમનો મુખ્ય મુકાબલો ગંગોહ બેઠકથી હાલના ધારાસભ્ય ભાજપ ઉમેદવાર પ્રદીપ ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ રાજ્યસભા સાંસદ હરેન્દ્ર મલિક સામે છે. 

મેરઠમાં ભાજપની લાગશે જીતની હેટ્રિક!
મેરઠ સીટ પર હાલના સાંસદ અને ઉમેદવાર સતત ત્રીજીવાર જીતવાની આશા રાખીને બેઠા છે. બસપાએ અહીંથી મહાગઠબંધનના ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી હાજી યાકુબ કુરૈશને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુ બનારસી દાસના પુત્ર હરેન્દ્ર અગ્રવાલને ટિકિટ આપી છે. બિજનૌરની બેઠક પર હાલના ભાજપના સાંસદ કુંવર ભારતેન્દ્ર સિંહ ફરી એકવાર મેદાનમાં છે. તેમનો મુકાબલો એક સમયે બસપાના પ્રમુખ માયાવતીના વિશ્વસનીય રહી ચૂકેલા નસીમુદ્દીન સિદ્દીકી સામે છે. મહાગઠબંધને આ મલૂક નાગરને મેદાનમાં ઉતાર્યા છે. મતોની ગણતરી 23મી મેના રોજ હાથ ધરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news