મણિશંકર અય્યરે 'નીચ' નિવેદન ઠેરવ્યું યોગ્ય, PM મોદી બોલ્યા "ગાળો મારા માટે ઉપહાર"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીમાં અય્યર અને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેઓ આ પ્રકારની ગાળોને ઉપહાર તરીકે ગણે છે અને પ્રજા ભાજપને ચૂંટીને દરેક ગાળનો જવાબ આપશે 
 

મણિશંકર અય્યરે 'નીચ' નિવેદન ઠેરવ્યું યોગ્ય, PM મોદી બોલ્યા "ગાળો મારા માટે ઉપહાર"

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે મહિના સુધી મૌન રહ્યા પછી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલા મંગળવારે લખેલા એક આર્ટિકલમાં 2017માં પીએમ મોદી વિશે આપેલા જૂના નિવેદનને યોગ્ય ઠેરવીને ફરીથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. જોકે, 'રાઈઝિંગ કશ્મીર' અને 'ધ પ્રિન્ટ'માં પ્રકાશિત આ લેખની કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા નિંદા કરવામાં આવી છે. 

જનતા દરેક ગાળનો જવાબ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીમાં અય્યર અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ આ પ્રકારની ગાળોને ઉપહાર તરીકે ગણે છે. પ્રજા ભાજપને ચૂંટીને દરેક ગાળનો જવાબ આપશે. 

કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પીએમ મોદી પર લખેલા પોતાના વિવાદિત આર્ટિકલ મુદ્દે શિમલામાં કહ્યું હતું કે, " આ મુદ્દે તેમને સ્પષ્ટતા કરવાની જરૂર નથી. મને કહેવાયું છે કે, મારા આર્ટિકલ મુદ્દે કોંગ્રેસ પોતાનું નિવેદન આપી ચૂકી છે. આગામી 10 દિવસમાં મોદી સરકાર જતી રહેવાની છે. નેહરુના યુગ અને આજના યુગની સરખામણી કરી શકાય નહીં, તેમ છતાં લોકશાહીના માર્ગે ચાલવા માટે નેહરુ યુગ જરૂરી છે. કેટલાક લોકો એવા છે જે મારી સાથે નફરત કરે છે."

મણિશંકરે કહ્યું હતું કે, "યાદ છે 2017માં મેં મોદીને શું કહ્યું હતું? શું મેં સાચી ભવિષ્યવાણી કરી હતી." જોકે, કોંગ્રેસે અય્યરના આ નિવેદનની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તેઓ શબ્દોની મર્યાદા ભુલી ગયા છે. આવી ભાષા કોંગ્રેસની પરંપરા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news