દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહે ઉમેદવારી પત્ર કલેક્ટરને સોંપ્યું
નારણપુરામાં જનસભાને સંબોધ્યા બાદ અમિત શાહની રેલી નીકળી છે. જનસભા બાદ આ રેલીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જનસભા બાદ વૈદિક મંત્રોચ્ચાર કરીને અમિત શાહે રેલીનો પ્રારંભ કરાવ્યો હતો.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :મેગા રોડમાં ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો ગાંધીનગર ઉમેદવારી ભરવા પહોંચ્યો હતો. આ વેળાએ દિગ્ગજ નેતાઓ શિવસેના સુપ્રીમો ઉદ્વવ ઠાકરે, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુમ જેટલી, મનસુખ માંડવીયા ઉદ્ધવ ઠાકરે, પરિમલ નથવાણી, ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ તમામ નેતાઓની હાજરીમાં તેમણે ગાંધીનગર કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું હતું. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતા સમયે તેમની સાથે રહ્યો હતો. તેમની પત્નીએ તેમને ઉમેદવારી ભરતા પહેલા હાર પહેરાવ્યો હતો. તો સાથે જે તેમની પુત્રવધૂ પણ નાનકડી દીકરીને લઈને હાજરી રહી હતી.
કોંગ્રેસે હજી ઉમેદવાર જાહેર નથી કર્યો
ઉલ્લેખનીય છે કે, હજી સુધી કોંગ્રેસે આ બેઠક પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. કોંગ્રેસ આ બેઠક પર અમિત શાહની સામે સી.જે.ચાવડાને લડાવે તેવી શક્યતા છે. જોકે, ગાંધીનગરની સીટ પર વિજય મેળવવો કોંગ્રેસ માટે ઘણુ અઘરુ છે. કારણ કે, 1989થી ગાંધીનગરની સીટ ભાજપ પાસે જ રહી છે. તેથી હવે કોંગ્રેસ આ સીટ પર પોતાના કયા ઉમેદવારને ઉતારે છે તે જોવું રહ્યું.
રેલીને જંગી સમર્થન
નારણપુરામાં જનસભાને સંબોધ્યા બાદ અમિત શાહની રેલી નીકળી છે. જનસભા બાદ આ રેલીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. જનસભા બાદ વૈદિક મંત્રોચ્ચાર કરીને અમિત શાહે રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. રેલી માટે એક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સવાર થઈને અમિત શાહ નીકળ્યા હતા. સાથે જ રથમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રામવિલાસ પાસવાન, જીતુ વાઘાણી પણ સવાર થયા હતા. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આ રેલી આગળ નીકળી હતી.
અમિત શાહે રેલીમાં ઝી 24 કલાક સાથે વાતચીતમાં કહ્યું કે, અત્યારે કિલોમીટરો સુધી જે જનસૈલાબ છે, એ બતાવે છે કે ગાંધીનગર અને ગુજરાતની સમગ્ર જનતા વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની 26ની 26 સીટો ભાજપને જીતાડશે. ઉલ્લેખનીય છે કે, રોડ શોમાં પગલે પગલે અમિત શાહને સમર્થન મળી રહ્યું છે. તેઓ રેલીની વચ્ચે વચ્ચે લોકોને સંબોધી રહ્યા છે. લોકો વચ્ચે ભાજપનો સૂત્રોચ્ચાર કરાવી રહ્યાં છે. આ રોડ શોમાં અમિત શાહની લોકપ્રિયતા દેખાઈ.
ધીરે ધીરે આ કાફલો આગળ વધી રહ્યો છે. રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. અમિત શાહ લોકોને વી ફોર વિક્ટરીની સાઈન બતાવી રહ્યાં છે. રેલીમાં પીએમ મોદીના માસ્ક સાથેના ચહેરાઓ પણ જોવા મળ્યાં. ઉલ્લેખનીય છે કે, આ રેલી 4 કિલોમીટર લાંબી હશે, જેના બાદ અમિત શાહ ગાંધીનગર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરશે.
રેલી ક્યાંથી ક્યા જશે
4 કિલોમીટર લાંબી રેલી અમદાવાદના નારણપુરામાં આવેલા સરદાર પટેલના બાવલાથી શરૂ થશે. અમિત શાહ સરદાર પટેલના બાવલાને હાર પહેરાવી ટૂંકુ સંબોધન કરી રોડ શોની શરૂઆત કરશે. રોડ શો માટે બે ટ્રકને તૈયાર કરવામાં આવ્યા છે. અમિત શાહ અન્ય કેન્દ્રીય નેતાઓ અને પ્રદેશ નેતાઓ પણ સવાર થશે. નારણપુરા સરદાર પટેલના બાવલાથી અમિત શાહનો કાફલો હોટલ ડીઆરએચ, મહેતા સ્વીટમાર્ટ થઈના નારણપુરા ચાર રસ્તા પર નીકળશે. અહીંથી કામેશ્વર મંદિર, અંકુર ચાર રસ્તા થઈ જીએસસી બેંક પાસે પહોંચશે. ત્યાંથી શ્રીજી ડેરી, સત્યા ટાવર-2 થઈને પ્રભાત ચોકમાં પહોંચશે. પ્રભાત ચોકથી સમર્પણ ટાવર થઈને રેલી સરદાર ચોકમાં સમાપ્ત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે