ગાંધી પરિવારની વ્યક્તિએ જ કરી 'ભવિષ્યવાણી', કહ્યું- 'બંને બેઠક પરથી ચૂંટણી હારશે રાહુલ ગાંધી'

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સવાલો પર ચૂપ્પી તોડીને આકરા પ્રહારો કર્યાં. તેમણે તો એમ સુદ્ધા કહી દીધુ કે જો ભાજપ કહેશે તો તેઓ અમેઠીમાં પણ ચૂંટણી પ્રચાર કરશે. 

ગાંધી પરિવારની વ્યક્તિએ જ કરી 'ભવિષ્યવાણી', કહ્યું- 'બંને બેઠક પરથી ચૂંટણી હારશે રાહુલ ગાંધી'

સુલ્તાનપુર: ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આ વખતે સુલ્તાનપુરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમના પુત્ર વરુણ ગાંધી તેમની બેઠક પીલીભીતથી ચૂંટણીના મેદાનમાં છે. સામાન્ય રીતે રાજકારણમાં ગાંધી  પરિવારના લોકો એકબીજા સામે બોલતા નથી. પરંતુ આ વખતે ચૂંટણીનો માહોલ કઈંક અલગ જ છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સવાલો પર ચૂપ્પી તોડીને આકરા પ્રહારો કર્યાં. તેમણે તો એમ સુદ્ધા કહી દીધુ કે જો ભાજપ કહેશે તો તેઓ અમેઠીમાં પણ ચૂંટણી પ્રચાર કરશે. 

સુલ્તાનપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મેનકા ગાંધીએ રવિવારે રાહુલ ગાંધીના બે જગ્યાએથી ચૂંટણી લડવાના સવાલ પર જવાબ આપ્યો. તેમણે પોતાના ચૂંટણી પ્રચારના બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર વાર કરતા કહ્યું કે જો પ્રિયંકા ગાંધી બનારસથી ચૂંટણી લડશે તો તેમની જીતની શક્યતા શૂન્ય છે. 

મેનકા ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધી પોતાની બંને બેઠકો ગુમાવશે. તેમણે રાહુલ ગાંધીના અમેઠીની સાથે કેરળના વાયનાડથી ચૂંટણી લડવાના સવાલ પર કહ્યું કે ભાજપ બંને બેઠકો જીતશે. કેરળની વાયનાડ સીટ પરથી ભાજપ ચૂંટણી નથી લડી રહ્યો પરંતુ તેનો સહયોગી પક્ષ ચૂંટણી લડી રહ્યો છે. 

मेनका गांधी बोलीं-दोनों सीटों से हारेंगे राहुल, प्र‍ियंका वाराणसी से लड़ीं तो जीत नहीं पाएंगीं

મેનકાએ રવિવારે સુલ્તાનપુરના પ્રસિદ્ધ મંદિર વિજેથુઆ મહાબીરનના દર્શન કર્યા બાદ પોતાના ચૂંટણી કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે સુલ્તાનપુરમાં આ વખતે અહીં ચૂંટણીની લડાઈની સાથે સાથે વધુ એક લડાઈ છે. જે કૌરવ અને પાંડવોની લડાઈ છે. એકબાજુ એવા નેતા છે જે ઈમાનદાર છે. લોકોની સેવા કરીને નીકળ્યા છે જ્યારે બીજી બાજુ એવા લોકો છે જે બંદૂકના નાળચે દરેક કામ કરે છે. જ્યારે આપણે કોઈ આવા બંદૂકવાળાને મત આપીએ છીએ ત્યારે આપણા બાળકો યુવાઓનું ભવિષ્ય જોખમમાં મૂકીએ છીએ. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે હું એક માતા છું અને આ બધા માટા પુત્રો છે પછી ભલે તે વરુણ હોય કે રાજેશ....મારા પુત્રએ પણ અહીં ખુબ કામ કર્યું છે અને હું પણ કામ કરવા માંગુ છું. મેનકા ગાંધી મહિલાઓના દિલમાં છવાઈ જવા માટે આકરા તાપમાં પણ  લગભગ 500 મીટર સુધી પગપાળા ચાલીને કાદીપુર ચોક પર લાગેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news