દિગ્વિજય સિંહે તમામ હદો કરી પાર, PM મોદી વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન નેતાઓના વાણીવિલાસ જોવા મળી રહ્યાં છે. આરોપ અને પ્રત્યારોપ તથા વિવાદાસ્પદ નિવેદનો ચરમસીમાએ છે.
Trending Photos
ભોપાલ: લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન નેતાઓના વાણીવિલાસ જોવા મળી રહ્યાં છે. આરોપ અને પ્રત્યારોપ તથા વિવાદાસ્પદ નિવેદનો ચરમસીમાએ છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ પણ આવા જ એક નિવેદનને લઈને ચર્ચા છે. વાત જાણે એમ છે કે દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શનિવારે આપત્તિજનક ટિપ્પણી કરી.
દિગ્વિજય સિંહે ભોપાલમાં એક રેલીમાં પીએમ મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે આજકાલ ગૂગલમાં ફેકુ ટાઈપ કરો તો, કોનો ફોટો આવે છે. તેમણે કહ્યું કે વિશ્વમાં તેમની શોહરત આ વાતની છે. દિગ્વિજય સિંહ અહીં જ ન અટક્યા... તેમણે કહ્યું કે તેઓ એટલું જૂઠ્ઠુ બોલે છે કે તેમનાથી વધારે જૂઠ્ઠા વડાપ્રધાન બીજા કોઈ દેશના નથી. નોંધનીય છે કે દિગ્વિજય સિંહ આ વખતે ભોપાલની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપે માલેગાવ બોમ્બ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે.
જુઓ LIVE TV
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વિશે વધુ એક નિવેદનમાં તેમણે કહ્યું કે જો સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને શ્રાપ આપી દે તો પાકિસ્તાનમાં પછી કોઈ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર જ નહીં પડે. અત્રે જણાવવાનું કે સાધ્વી પ્રજ્ઞાએ તાજેતરમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે તેમણે મહારાષ્ટ્ર એટીએસ ચીફ શહીદ હેમંત કરકરેને શ્રાપ આપ્યો હતો. કરકરે 2008ના મુંબઈ આતંકી હુમલામાં આતંકીઓ સામે લડતા શહીદ થયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે