બનાસકાંઠામાં તૂટ્યો ઠાકોર સમાજ, 25એ રાજીનામા ધર્યાં, કારણ છે અલ્પેશ

હાલ તમામ રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે, જેને પગલે ગુજરાતના કેટલાક સમાજ અને જ્ઞાતિમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. નેતાઓના પક્ષપલટાની સાથે હાલ સમાજમાં પણ ભંગાણ સર્જાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ભંગાણ સર્જાયું છે. 
બનાસકાંઠામાં તૂટ્યો ઠાકોર સમાજ, 25એ રાજીનામા ધર્યાં, કારણ છે અલ્પેશ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :હાલ તમામ રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે, જેને પગલે ગુજરાતના કેટલાક સમાજ અને જ્ઞાતિમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. નેતાઓના પક્ષપલટાની સાથે હાલ સમાજમાં પણ ભંગાણ સર્જાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ભંગાણ સર્જાયું છે. 

બનાસકાંઠામાં ઠાકોર સેનામાં મોટું ભંગાણ પડ્યું છે. ભાભર શહેર ઠાકોર સેનાના પ્રમુખ બલાજી ઠાકોર સહિત 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઠાકોર સેનામાંથી રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડતાં 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓ નારાજ થયા છે, જેને પગલે તેઓએ સમાજમાંથી રાજીનામાં આપ્યા છે. રાજીનામુ આપનાર તમામ ઠાકોર સમાજના કાર્યકર્તાઓએ કોંગ્રેસને ટેકો આપ્યો છે, અને હવે તેઓ કોંગ્રેસ માટે પ્રચાર કરશે. 

ઉલ્લેખનીય છે કે, હજી ગઈકાલે જ બનાસકાંઠાના પાંથાવાડાના ઠાકોર સમાજના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં 25 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આમ, અલ્પેશના રાજીનામા બાદ ઠાકોર સમાજના કાંગરા ધીરે ધીરે ખરી રહ્યા છે. 

આ વખતે ભાજપે આ બેઠક પર હરિભાઈ ચૌધરીની 2019ની લોકસભાની ટિકિટ કાપી અને તેમના સ્થાને રાજ્યસરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબત પટેલને મેદાને ઉતાર્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે 25 વર્ષ સુધી બનાસડેરીના ચેરમેન રહી ચૂકેલા અને સહકારી ક્ષેત્રના આગેવાન પરથી ભટોળને મેદાને ઉતારતાં બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર બંને સક્ષમ નેતાઓ હોવાથી બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. જેમાં ઠાકોર સમાજના મત બહુ જ મહત્વના ધરાવે છે. આ ઉપરાંત ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરે ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને બનાસકાંઠામાં હવે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ઠાકોર સેના પણ મેદાને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news