ભાજપે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, 3માં અપનાવી નો રિપીટ થિયરી

ભાજપે ચાર બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાટણમાં ભરતસિંહ ડાભી, જુનાગઢમાં રાજેશ ચુડાસમા, આણંદમાં મિતેષ પટેલ અને છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાને ટિકીટ આપી છે. તેમજ તલાલામાં યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે જશા બારડને ટિકીટ આપી છે. 

ભાજપે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, 3માં અપનાવી નો રિપીટ થિયરી

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપે ચાર બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાટણમાં ભરતસિંહ ડાભી, જુનાગઢમાં રાજેશ ચુડાસમા, આણંદમાં મિતેષ પટેલ અને છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાને ટિકીટ આપી છે. તેમજ તલાલામાં યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે જશા બારડને ટિકીટ આપી છે. 

ભાજપે એકમાત્ર જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને જ રિપીટ કર્યા છે. બાકીની ત્રણ બેઠક પાટણ, આણંદ અને છોટાઉદેપુરમાં નો રિપીટ થિયરી અપનાવીને જૂના સાંસદોની ટિકીટ કાપી છે અને નવા નેતાઓને સ્થાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે અત્યાર સુધી 19 બેઠક પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. બાકીની બેઠકો પર ઉમેદવારો અને આપસી મતભેદોને કારણે નામોની જાહેરાત થવામાં વિલંબ થઈ રહ્યો હતો. જોકે, હવે ચાર બેઠકોનું કોકડુ ઉકેલાઈ ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news